MANTAVYA Vishesh/ ગાંધીનગરના 10 સેક્ટરોમાં મળશે 19 ઓગસ્ટથી મળશે 24 કલાક પાણી

ગુજરાતના વિવિધ શહેરોમાં 24 કલાક પાણી પૂરી પાડવાની યોજના આકાર લઈ રહી છે, પણ આ યોજના સૌપ્રથમ રાજ્યની રાજધાની ગાંધીનગરમાં સાકાર થઈ છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતના વિવિધ શહેરોમાં 24 કલાક પાણી પૂરી પાડવાની યોજના આકાર લઈ રહી છે, પણ આ યોજના સૌપ્રથમ રાજ્યની રાજધાની ગાંધીનગરમાં સાકાર થઈ છે. ગાંધીનગરના સેક્ટર 14થી 29 સેક્ટરમાંથી દસ સેક્ટરના રહેવાસીઓને આવતીકાલથી એટલે કે 19 ઓગસ્ટથી 24 કલાક પાણી મળશે. આમ તેઓને દિવસરાત પાણી મળશે.

આના કારણે ગાંધીનગર પ્રથમ એવું સ્માર્ટ સિટી બનશે જ્યાં શહેરી વિસ્તારના મોટા હિસ્સામાં 24 કલાક પાણીની યોજના સાકાર થશે. આના માટે 50 વર્ષ જૂના પાણીના નેટવર્કને બદલીને પાણીની નવી લાઇન, સમ્પ સહિતનું નવું નેટવર્ક સ્થાપવામાં આવ્યું છે. આ નેટવર્કમાં નવા ભળેલા 18 ગામડા અનેપેથાપુર નગરપાલિકા સહિત બધો નગરપાલિકા વિસ્તાર આ યોજનામાં આવરી લેવાયો છે. પાણી વિતરણ માટે જૂના સેક્ટરોમાં નવી પાઇપલાઇનનું નેટવર્ક પાથરી દેવામાં આવ્યું છે.

વર્તમાન વ્યવસ્થા પ્રમાણે સરિતા ઉદ્યાન હેડ વર્કસ અને ચરેડી હેડ વર્ક્સ પરથી પાણી આપવામાં આવશે. નભોઈ હેડ વર્કસથી શહેર તરફ આવતી નર્મદા મુખ્ય નહેરની બલ્ક લાઇનમાંથી પાણી લેવામાં આવશે. 2019માં ગાંધીનગર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરને 24 કલાક પાણી આપવાની યોજના અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો હતો. 2020માં પીએમ મોદીના જન્મદિવસે આ યોજનાનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

આ યોજના માટે નવી લાઇનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ દરમિયાન પ્રેશરથી પાણી છોડવામાં આવ્યુ હતુ. જો કે સેક્ટર-14 અને 15માં લીકેજ હોવાથી હજારો લિટર પાણી ઊભરાયું હતું અને રસ્તા પર ફરી વળ્યું હતું. મેઇન લાઇન સાથે જોડાણ હોવાથી પ્રવાહ એટલો બધો હતો કે સેક્ટર-14 અને 15માં પણ પાણી ફરી વલ્યા હતા. તેના લીધે વગર વરસાદે અનેક સેક્ટરોમાં પાણી ભરાયા હતા.

અગાઉ પણ પાણીની લાઇનોના ટેસ્ટિંગ દરમિયાન કેટલાય સ્થળે લીકેજની સમસ્યા સર્જાઈ હતી. તેના લીધે હજારો લિટર પાણી વહી ગયું હતું. હવે મંગળવારથી જૂના સેક્ટરમાં 24 કલાક પાણી અપાશે. તેથી અગમચેતીના પગલાંના ભાગરૂપે પાણી વહી જાય તે પહેલાં જ તંત્રએ સેક્ટર દીઠ ફરિયાદ નિવારણ નંબરો જાહેર કર્યા છે. હવે મંગળવારે ખબર પડશે કે આ પરીક્ષામાંથી તંત્ર કેટલું ઉણું ઉતરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગર જિલ્લા ભૂસ્તર વિભાગમાં ફરજ બજાવતી મહિલા અધિકારીઓ (she ટીમ)ની પ્રશંસનીય કામગીરી

આ પણ વાંચો: Gandhinagar News/ગાંધીનગરમાં ફાર્મ હાઉસમાંથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ: પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

આ પણ વાંચો: Gandhinagar News/આમ આદમી પાર્ટીના ગાંધીનગર પ્રભારીનું રાજીનામુ