Gandhinagar News/ ગાંધીનગર જિલ્લા ભૂસ્તર વિભાગમાં ફરજ બજાવતી મહિલા અધિકારીઓ (she ટીમ)ની પ્રશંસનીય કામગીરી

રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મહિલાઓને પ્રશસ્તિપત્ર આપ્યા હતા

Gujarat Gandhinagar

Gandhinagar News : ગાંધીનગર જિલ્લા ભૂસ્તર વિભાગમાં ફરજ બજાવતી મહિલા અધિકારીઓ (she ટીમ)એ પ્રશંસનીય કામગીરી બજાવી છે. જેને લઈને સ્વતંત્ર પર્વમાં આ ત્રણેય મહિલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મહિલાઓને પ્રશસ્તિપત્ર આપ્યા હતા.ખનીજ માફીયાઓ વિરુધ્ધ મહિલા આરઆઈ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં ભૂમાફીયાઓ સામે 11 કરોડનો દંડ પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2024 25 માં 366 માઈનિંગ કેસ કરવામાં આવ્યા હતા. જેમાં 5 .16 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. એટલું જ નહી વર્ષ 2025- 26 માં ફક્ત ચાર મહિનામાં 255 કેસ કરવામાં આવ્યા હતા.

જેમાં 5.51 કરોડ રૂપિયા દંડ વસુલામાં આવ્યો હતો. તે સિવાય 232 વાહનો પણ આ મહિલા ટીમે જપ્ત કર્યા હતા. મહિલા ટીમે 50 કરોડથી વધુની કિંમતના સાધનો પણ જપ્ત કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણના સમીમાં દારૂની ડિલેવરીનો વીડિયો વાયરલ, પોલીસનું નામ ખોટું આપ્યાનો ખુલાસો

આ પણ વાંચો:પાટણ યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભ યોજાયો

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લાને રૂ.110 કરોડના વિકાસ કામોના પ્રકલ્પોની ભેટ આપશે