Patan News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લાને રૂ.110 કરોડના વિકાસ કામોના પ્રકલ્પોની ભેટ આપશે

૪૪ લાખ રૂપિયાની સહાય નું વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને વિતરણ અને વિદ્યા સહાયકોને નિયુક્તિ પત્ર અર્પણ કરાશે

Gujarat

Patan News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાને શુક્રવાર, 18મી જુલાઈએ 110 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે.સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત પણ મુખ્યમંત્રી સાથે સહભાગી થવાના છે.

મુખ્યમંત્રી પાટણ જિલ્લાના ગામોના આરોગ્ય કેન્દ્ર, શાળાના ઓરડાઓ તથા ડ્રેનેજ સિસ્ટમ, પુર સંરક્ષણ દિવાલ અને સાંતલપુર ખાતે નવી સરકારી આર્ટસ કોલેજ ભવન સહિત આરોગ્ય, શિક્ષણ, માર્ગ મકાન, સિંચાઈ અને શહેરી વિકાસ વિભાગના કુલ 101 જેટલા કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવાના છે.

કલ્યાણપુરાના ચામુંડા માતાજી મંદિર પરિસરમાં શુક્રવારે સવારે 10 વાગ્યે યોજનારા આ કાર્યક્રમમાં તેઓ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને રૂપિયા 44 લાખની સહાયનું વિતરણ કરશે.સાંતલપુર તાલુકામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ માટે સ્થળ પસંદગી પ્રક્રિયા અંતર્ગત મુખ્યમંત્રીના હસ્તે પ્રતિક રૂપે વિદ્યા સહાયકોને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભી તેમજ રાધનપુર, ચાણસ્મા, પાટણના ધારાસભ્યઓ, જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમરેલીના વડિયામાં PGVCLની ડુપ્લિકેટ રસીદોનું કૌભાંડ આવ્યું સામે

આ પણ વાંચો:જૂનાગઢમાં PGVCLનાં કર્મચારીનું વીજશોક લાગતા થયું મોત

આ પણ વાંચો:PGVCLના કોન્ટ્રાકટર એસોસિએશનની સમેટાઈ હડતાલ