Gujarat Local Body Election 2026: થરાદ ખાતે નગરપાલિકા ચૂંટણીમાં આ વખતે રાજકીય પલટો જોવા મળ્યો છે. આઝાદી પછી પ્રથમ વખત નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ સ્પષ્ટ બહુમતી મેળવી છે, જે સ્થાનિક રાજકારણમાં મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે.
થરાદમાં BJPનો ડંકો
કુલ 28 બેઠકો ધરાવતી નગરપાલિકામાં અત્યાર સુધીની ગણતરીમાં 20 બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે (BJP) 15 બેઠકો જીતીને બહુમતી તરફ મજબૂત પગલું ભર્યું છે. કોંગ્રેસ માટે આ પરિણામ મોટો ઝટકો સાબિત થયું છે, કારણ કે થરાદ લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો.
આ ચૂંટણીનું ખાસ પાસું એ રહ્યું કે દલિત અને મુસ્લિમ સમાજની બહુમતી ધરાવતા વિસ્તારોમાં પણ ભાજપે (BJP) જીત મેળવી છે. આ પરિણામે રાજ્યની રાજકીય સમીકરણોમાં પણ ચર્ચા જગાવી છે.
આ વિસ્તાર શંકર ચૌધરી (Shankar Chaudhary)ના મત વિસ્તાર તરીકે પણ ઓળખાય છે, અને અહીં ભાજપની આ ભવ્ય જીતને તેમના પ્રભાવ સાથે પણ જોડીને જોવામાં આવી રહી છે.સ્થાનિક રાજકીય વિશ્લેષકોના મત મુજબ, આ પરિણામ આવનારા સમયમાં ગુજરાતના રાજકારણમાં નવા ટ્રેન્ડનું સંકેત આપી શકે છે.
આ પણ વાંચો:ભેંસાણ જિલ્લા પંચાયતની બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હાર્યા
આ પણ વાંચો:સુરતમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનો પરાજય થતા આંચકો
આ પણ વાંચો:રાજકોટમાં ભાજપને જંગલેશ્વરમાં ડિમોલિશન નડ્યુ, કોંગ્રેસની આખી પેનલ જીતી
