WPL/ દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને 9 વિકેટથી હરાવ્યું

દિલ્હી કેપિટલ્સે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2024માં જીતનું ખાતું ખોલ્યું છે.

Top Stories Sports

દિલ્હી કેપિટલ્સે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2024માં જીતનું ખાતું ખોલ્યું છે. દિલ્હીએ સોમવારે યુપી વોરિયર્સ સામે 9 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. યુપીએ 120 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને દિલ્હીએ 14.3 ઓવરમાં એક વિકેટ ગુમાવીને સરળતાથી મેળવી લીધો હતો. શેફાલી વર્મા અને કેપ્ટન મેગ લેનિંગે યુપીની ટીમને ઉડાવી દીધી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 119 રનની ભાગીદારી કરી હતી. શેફાલી 43 બોલમાં 64 રન બનાવીને અણનમ રહી હતી. તેણે 6 ફોર અને 4 શાનદાર સિક્સર ફટકારી હતી. લેનિંગે 43 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 51 રનની ઇનિંગ રમી હતી.

આ પહેલા ટોસ હાર્યા બાદ યુપીએ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 119 રન બનાવ્યા હતા. યુપી તરફથી શ્વેતા સેહરાવતે (42 બોલમાં 45, પાંચ ચોગ્ગા, એક છગ્ગા) સૌથી વધુ રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ ખેલાડી 20નો આંકડો પાર કરી શકી નથી. ગ્રેસ હેરિસે 17 રન, કેપ્ટન એલિસા હીલીએ 13 જ્યારે કિરણ નવગીરે અને પૂનમ ખેમનરે 10-10 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી રાધા યાદવે ચાર અને મરિજન કપપે ત્રણ વિકેટ ઝડપી હતી. એનાબેલ સધરલેન્ડ અને અરુંધતી રેડ્ડીએ એક-એક વિકેટ લીધી હતી.