Dahod News/ દાહોદમાં ડોમેસ્ટિક એરપોર્ટને લઈ ઝાલોદ તાલુકામાં વિરોધ

બે જેટલા સર્વે નંબર સરકારી જમીનમાં ખસેડતા વિરોધ

Top Stories Gujarat

Dahod News : દાહોદમાં ડોમેસ્ટિક એરપોર્ટને લઈને ઝાલોદ તાલુકામાં વિરોધ થયો છે. જેમાં બે જેટલા સરવે નંબર સરકારી જમીનમાં ખસેડતા વિરોધ થયો છે. શારદા ગામમાં સરવે નં-26ની જમીનમાં સરવે હાથ ધરવામાં આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

જેને પગલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. એક તરફ દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર રોડમાં જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે. જ્યારે બીજીતરફ હવે એરપોર્ટ માટે જમીન જશે તો ગુજરાન કેવી રીતે ચાલશે, એમ ખેડૂતોનું કહેવું છે.

ખેડૂતોનું કહેવું છે કે અમારી ખેતીલાયક જમીનઅમે સંપાદન માટે નહી આપીએ. ખેડૂતોએ જો ડોમેસ્ટિક એરપોર્ટ બનશે તો જીવ પણ આપી દઈશું એવી ચિમકી ઉચ્ચારી છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતના વરેલીમાં પરણિતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો

આ પણ વાંચો: સુરત પોલીસની સફળ કામગીરી, મહિલાને આપઘાતના પ્રયાસથી બચાવી

આ પણ વાંચો: સુરતમાં બેન્ક મેનેજરનો ગળાફાંસો ખાઈને આપઘાત