Madhya Pradesh/ રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ માં પિગી બેંક રજૂ કરનાર વેપારીની લાશ મળી, 8 દિવસ પહેલા ED એ દરોડા પાડ્યા હતા

Mp News : મધ્યપ્રદેશના સિહોરમાં રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં પીગી બેંક આપનારની ED દ્વારા રેડ કરાઈ હતી, જેથી ED એ મનોજની ધરપકડ કરી હતી. તેથી મનોજે ડરીને પગલું ભર્યું હોવાનું ચર્ચાયું છે.

India Others Breaking News Politics

MP News : મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના સિહોર (Sihor) જિલ્લાના આષ્ટામાં શુક્રવારે સવારે જ્યારે વેપારી મનોજ પરમાર અને તેની પત્ની નેહાની લાશ તેમના ઘરમાં લટકતી હાલતમાં મળી આવી ત્યારે વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) 5 ડિસેમ્બરે મનોજના ઈન્દોર (Indore) અને સિહોર (Sihor)માં ચાર સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, EDએ અહીંથી ઘણી જંગમ, સ્થાવર અને બેનામી સંપત્તિના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. આ ઉપરાંત રૂ. 3.5 લાખનું બેંક બેલેન્સ પણ ફ્રીઝ કરવામાં આવ્યું હતું. ED એ મનોજની ધરપકડ કરી હતી.

સાંસદ રાહુલ ગાંધીને પિગી બેંક રજૂ કરી હતી

https://x.com/INCIndia/status/1867466136817680769

તમને જણાવી દઈએ કે મનોજ પરમારે (Manoj Parmar) ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) ને પિગી બેંક ગિફ્ટ કરી હતી. ત્યારથી તે સમાચારોમાં છવાયેલો રહ્યો. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ ઘટના બાદથી તે બીજેપી (BJP) ના નિશાના પર છે. મનોજ(Manoj)ના મોટા પુત્ર જતિન(Jatin)નું કહેવું છે કે ‘ઇડી (ED) ના લોકોએ માનસિક દબાણ બનાવ્યું હતું. જેના કારણે માતા-પિતાએ આત્મહત્યા કરી છે.’ મનોજ(Manoj)ના ભાઈ રાજેશ પરમાર (Rajesh Parmar)નું કહેવું છે કે મનોજ ED ના માનસિક દબાણમાં હતો. આ કાર્યવાહી થાય તે પહેલા જ તે આ કારણે નારાજ હતો.

કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો

આ બાબતે સિહોર કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ કૈલાશ પરમાર કહે છે કે, મનોજ પરમારના પુત્રએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પિગી બેંકની ટીમ બનાવીને મદદ કરી હતી, ત્યારથી તે ભાજપની નજરમાં હતો. થોડા દિવસો પહેલા મનોજના પરિવારજનો EDના દરોડાથી માનસિક રીતે પરેશાન હતા, જેના કારણે તેમણે આત્મહત્યા જેવું પગલું ભરવું પડ્યું હતું.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: રાહુલ ગાંધી કેમ પહોંચ્યા રાજસ્થાન, કોંગ્રેસના કયા ‘ગુપ્ત કાર્યક્રમ’માં ભાગ લેશે? અશોક ગેહલોતે કારણ આપ્યું

આ પણ વાંચો: રાહુલ ગાંધીની વિરોધની અનોખી શૈલી, રાજનાથ સિંહને આપ્યો ત્રિરંગો અને ગુલાબ

આ પણ વાંચો: મોદી સરકાર લાવી રહી છે નવો ટેક્સ સ્લેબ’, રાહુલ ગાંધીએ GST પર કેન્દ્ર પર નિશાન સાધ્યું