@દિવ્યેશ પરમાર
Surat News: સુરત શહેરમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ફરી એક વખત સુરતમાં ડભોલી બ્રિજ પર એક મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહિલા તાપી નદીમાં કૂદકો મારે તે પહેલા જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને મહિલાને બચાવી લેવામાં આવી હતી.
સુરત શહેરમાં સતત વધી રહેલા કિસ્સાઓએ હાલ ચિંતા વધારી છે કોઈને કોઈ કારણે લોકો આપઘાત તરફ વળી રહ્યા છે ત્યારે આજે સુરતના ડભોલી બ્રિજ પર ગૃહ કલેશ ના કારણે કંટાળેલી એક મહિલા તાપી નદીમાં આપઘાત કરવા માટે પહોંચી હતી મહિલાએ સૌપ્રથમ કાપી નદીમાં લગાવવામાં આવેલી રેલિંગ પર ની જાળી કૂદી તાપીની બીજી સાઈડ કૂદકો મારવા પહોંચી ગઈ હતી એટલી જ વારમાં ત્યાં પોલીસની પેટ્રોલિંગની પીસીઆર વાન પહોંચી ગઈ હતી.
પોલીસ જવાનોએ તાત્કાલિક જ સમય સૂચકતા દાખવી મહિલાને વાતે વડગાડી દીધી હતી અને કુદતી મહિલાને એક તરફથી પકડી રાખી તાપી નદીમાં કૂદવા દીધી ન હતી. ત્યારબાદ બીજી તરફથી મહિલાને ઉપર ખેંચી લેવામાં આવી હતી આમ પોલીસ જવાનોએ આપઘાત કરવા પહોંચેલી મહિલાનો જીવ બચાવ્યો હતો.
મહિલાની પૂછ પરછ કરવામાં આવતા એમના પતિ સાથે અણ બનાવ થયો હોવાથી જિંદગીનો અંત આણવા માટે તાપી નદીમાં આપઘાત કરવા માટે પહોંચી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તાત્કાલિક જ તેમના પરિવારજનોને બોલાવ્યા હતા અને સમગ્ર મામલે પતિની પણ પૂછપરછ હાથ ધરી હતી હાલ પોલીસ આ મહિલાના જીવન રક્ષક તરીકે સાબિત થઈ હતી.
આ પણ વાંચો: ગુજરાતના ત્રણ નેતાઓ રાજ્યપાલ બનવાની હોડમાં
આ પણ વાંચો: ગુજરાતના નિવૃત્ત આઇએએસ અધિકારીનું અમેરિકામાં નિધન
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં મેઘમહેર
આ પણ વાંચો: અગ્નિવીરને લઈને ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત