Gandhinagar News/ ગુજરાતના ત્રણ નેતાઓ રાજ્યપાલ બનવાની હોડમાં

ગુજરાતના રાજકારણમાં ફરીથી ખળભળાટ મચી શકે તેમ છે. ગુજરાત ભાજપના ત્રણ વરિષ્ઠ આગેવાનોનું નામ રાજ્યપાલ બનવાની હોડમાં સૌથી આગળ છે. આ સંજોગોમાં ગુજરાતના વધુ બે નેતા રાજ્યપાલ બની શકે છે. હવે આગામી સમયમાં કોના પર કળશ ઢોળાય છે તેની ટૂંક સમયમાં જાહેરાત થશે. 

Gujarat Gandhinagar Top Stories Breaking News

Gandhinagar News: ગુજરાતના રાજકારણમાં ફરીથી ખળભળાટ મચી શકે તેમ છે. ગુજરાત ભાજપના ત્રણ વરિષ્ઠ આગેવાનોનું નામ રાજ્યપાલ બનવાની હોડમાં સૌથી આગળ છે. આ સંજોગોમાં ગુજરાતના વધુ બે નેતા રાજ્યપાલ બની શકે છે. હવે આગામી સમયમાં કોના પર કળશ ઢોળાય છે તેની ટૂંક સમયમાં જાહેરાત થશે.

ગુજરાતના બે નેતા રાજ્યપાલ બનવાના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે તેમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ છે અને બીજા ભૂતપૂર્વ શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા છે. આ ઉપરાંત ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ રાજ્યપાલ બનવાની રેસમાં છે, પણ તેમનો ઘોડો આ રાજ્યપાલ બનવાની રેસમાં થોડો પાછળ હોવાનું મનાય છે.

ગુજરાતના આ ત્રણેય ધુરંધર નેતાઓ પક્ષ માટે ઘણી સારી કામગીરી બજાવી ચૂક્યા છે. આજે ગુજરાતમાં ભાજપે જે ખોબલેને ખોબલે મતો અંકે કરી રહ્યો છે તેમા આ ત્રણેય નેતાઓનો સિંહફાળો છે. પક્ષ પણ તેમની આ વાત સારી રીતે જાણે છે. તેથી જ તેમને સન્માનનીય સ્થાન આપવા ઇચ્છુક છે. ઉલ્લેખનીય છે કે ભાજપે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ બનાવ્યા છે, આ જ રીતે ગુજરાતના ભૂતપૂર્વ નાણાપ્રધાન વજુભાઈ વાળા પણ કર્ણાટકના રાજ્યપાલ બની ચૂક્યા છે. આ સિવાય અત્યાર સુધી 13 ગુજરાતી નેતાઓ રાજ્યપાલ બની ચૂક્યા છે.

હવે આગામી સમયમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબેન પટેલનો કાર્યકાળ પૂરો થાય છે. આ સંજોગોમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે કોઈ એક ગુજરાતી હોય તો આશ્ચર્ય નહીં થાય. આ ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાર્યકાળ પણ પૂરો થયો છે. તેની સાથે ગુજરાતના ધુરંધર નેતાઓને પણ સન્માનનીય સ્થાન આપી શકાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મુંબઈથી ઈરાન મોકલવામાં આવેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને 9.76 લાખની છેતરપિંડી

આ પણ વાંચો: બનાસ ડેરી રૂ. 250 કરોડના ખર્ચે પાંચ બાયો CNG પ્લાન્ટ સ્થાપશે

આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ઉછાળો, એક જ દિવસમાં 14 કેસ વધ્યા

આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસને લઈ કેન્દ્રના નિષ્ણાતોની ટીમના ગુજરાતમાં ધામા