Banaskantha News: બનાસ ડેરીએ આત્મનિર્ભરતા અને વિકાસના મોરચે નવું જ ડગલું માંડ્યુ છે. બનાસ ડેરી રૂ. 250 કરોડના ખર્ચે પાંચ બાયો CNG પ્લાન્ટ સ્થાપવાની છે. આ પ્લાન્ટ સ્થાપવાના લીધે પ્રદૂષણ ઘટાડવામાં અને પર્યાવરણની જાળવણીમાં દદ મળશે. બનાસ ડેરીએ સૌપ્રથમ બાયો CNG પ્લાન્ટ શરૂ કર્યો હતો.
બનાસ ડેરીને સૌપ્રથમ બાયો CNG પ્લાન્ટને મળેલી સફળતા પછી હવે તે ગોબર ગેસના આવા બીજા પાંચ પ્લાન્ટ સ્થાપવાની છે આ પ્લાન્ટ એનડીડીબી (નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ) અને સુઝુકી કંપની સાથેના સહયોગમાં સાધવામાં આવનાર છે. આમ આગામી સમયમાં ગોબર ગેસ પ્લાન્ટને વેગ મળશે.
ઉત્તર ગુજરાતની અગ્રણી ડેરી બનાસ ડેરી પાંચ વર્ષથી બાયો CNG ગેસ બનાવે છે. આ સફળતા બાદ હવે વધુ પાંચ પ્લાન્ટ તૈયાર કરવામાં આવનાર છે એમ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતુ. દીયોદરના સણાદરથી આ પ્લાન્ટની શરુઆત કરાવવામાં આવનાર છે. આ માટે સુઝુકી કંપની સાથે MOU કરવામાં આવ્યું છે. આ માટે સુઝુકી કંપનીના વડા તોશીહીરો સુઝીકી પણ બનાસકાંઠાની મુલાકાતે આવનાર છે. તોઓ દામા સ્થિત બાયોગેસ પ્લાન્ટની મુલાકાત કરશે. સાથે જ પાલનપુર ડેરી ખાતે ચીઝ પ્લાન્ટ અને સણાદર પ્લાન્ટ ખાતે પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટની પણ મુલાકાત કરશે.
શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે સુઝુકી સાથેના સહયોગના લીધે અત્યાધુનિક ટેકનોલોજીનો તેમને લાભ મળશે. તેના લીધે બાયો સીએનજી પ્લાન્ટની ઉત્પાદકતા વધશે અને લોસ ઘટશે. આના લીધે બનાસ ડેરીના આગામી પાંચ પ્લાન્ટ નવીનતમ ટેકનોલોજીવાળા હશે. આના લીધે આગામી સમયમાં ખેડૂતોને છાણમાંથી પણ પૈસા મળતાં પશુપાલનને વેગ મળશે. આ ખેડૂતોની ગાયના પશુપાલનના જે છાણનું કશું ઉપજતું ન હતુ તેના પણ હવે રૂપિયા ઉપજશે. આ પ્લાન્ટના લીધે ઉત્તર ગુજરાતમાં પશુપાલનને વેગ મળશે.
આ પણ વાંચો: નવસારીમાં રાત્રે જ છ ઇંચ વરસાદ ખાબક્યો, સવાર સુધીમાં તો શહેર પાણીમાં
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ
આ પણ વાંચો: અમદાવાદીઓને ઉકળાટમાંથી રાહત આપતો વરસાદ, ઘાટલોડિયામાં ફ્લેટની સીડી તૂટી
આ પણ વાંચો: વડોદરા 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, લોકોને મગરોનો લાગતો ડર