Vadodara News: વડોદરામાં લાંબા સમય પછી મેઘરાજાએ એવું વહાલ વરસાવ્યું કે તે વડોદરાવાસીઓને જ ભારે પડી ગયું. વડોદરામાં એક જ દિવસમાં 14 ઇંચ વરસાદ ખાબકી જતાં વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. વિશ્વામિત્રી નદી સપાટી વટાવે ત્યારે વડોદરાવાસીઓને પાણી કરતાં વધુ ડર મગરોનો લાગે છે.
વડોદરામાં 24 જુલાઈ 2024ના રોજ પડેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે 25 જુલાઈ 2024ના રોજ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં 26 જુલાઈ 2024 અને 27 જુલાઈ 2024ના રોજ નક્કી કરાયેલી પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે.
વડોદરામાં પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 29.36 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે. લોકોએ જણાવ્યું હતું કે, આખી રાત સૂતા નથી. ભારે વરસાદથી વડોદરામાં આજે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.
વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. આ ઉપરાંત ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્ર નદીમાં પાણી આવ્યું છે. ગઈકાલે વરસાદને કારણે પણ પાણી વધ્યું છે. આ સિવાય કમાટીપુરા, પરશુરામ, ભટ્ટો સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાનીની શરૂઆત થઈ હતી. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસમાં 4,200થી વધુ નાગરિકોને સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં મેઘમહેર થઈ છે. નવસારીમાં 24 કલાકમાં સાડા ઇ ઇંચ વરસાદ પડ્યો છે. ડોલવણમાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે. જલાલપોર-ગણદેવીમાં પાંચ-પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. તાપીના વાલોદમાં ચાર-ચાર ઇંચ અને સોનગઢ તથા વ્યારામાં પણ ચાર-ચાર ઇંચ વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો: ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં આવ્યા પૂર, NDRF એ138 નાગરિકોનું કર્યું રેસ્ક્યુ
આ પણ વાંચો: રાજ્ય આરોગ્ય સેવાઓ માટે એકસાથે ૧૧૧૦ જેટલા તબીબો ઉપલબ્ધ થયા
આ પણ વાંચો: ગુજરાતની સહકારી મંડળીઓને એનસીડીસીની નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો ઉછાળો
