Uttar Pradesh News:/ બહેનની લગ્નની કંકોતરી વહેંચીને પરત ફરતા ત્રણ મિત્રોનું કરુણ મોત, ઝાંસીમાં ટ્રક સાથે બાઈક અથડાઈ

Jhansi Road Accident: ઝાંસીના લલિતપુર હાઈવે પર રસ્તા કિનારે ઊભેલા ટ્રક સાથે બાઈક અથડાતાં ત્રણ મિત્રોના મોત થયા. ત્રણેય રાજની બહેનનાં લગ્નની કંકોતરી વહેંચીને પરત ફરી રહ્યા હતા.

Top Stories India
Jhansi Road Accident: ઝાંસીમાં ભયાનક અકસ્માતમાં 3 મિત્રોના મોત, લગ્નની ખુશીઓ વચ્ચે છવાયો શોક

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક ભયાનક માર્ગ અકસ્માત (Jhansi Road Accident)માં બાઈક સવાર ત્રણ મિત્રોના મોત થયા છે. મૃતકોની ઓળખ રાજ, આયુષ અને હર્ષ તરીકે થઈ છે. ત્રણેય મિત્રો રાજની બહેનનાં લગ્નની કંકોતરી વહેંચીને પરત ફરી રહ્યા હતા. આ ઘટના બાદ ત્રણેય પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Jhansi Road Accident: રસ્તા કિનારે ઊભેલા ટ્રક સાથે બાઈક અથડાઈ

આ અકસ્માત પ્રેમનગર પોલીસ સ્ટેશન વિસ્તારના લલિતપુર હાઈવે પર રાજપૂત ઢાબા નજીક થયો (Lalitpur Highway Accident) હતો. મળતી માહિતી મુજબ, રાજ પોતાની બહેનનાં 25 નવેમ્બરે યોજાનાર લગ્નની કંકોતરી વહેંચવા માટે તાલબેહટ ગયો હતો. તેની સાથે મિત્રો આયુષ અને હર્ષ પણ હતા. કંકોતરી વહેંચ્યા બાદ ત્રણેય મિત્રો બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા.

મંગળવારે રાત્રે હાઈવે પર રસ્તાની બાજુમાં ખરાબ હાલતમાં એક ટ્રક ઊભો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી બાઈક કાબૂ બહાર જતાં પાછળથી ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ત્રણેય યુવકો રસ્તા પર પટકાયા હતા.

હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા

અકસ્મા‌તની જાણ થતાં પ્રેમનગર પોલીસ (Prem Nagar Police) ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ત્રણેય યુવકોને બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા. જોકે, તપાસ બાદ તબીબોએ ત્રણેયને મૃત (Three Friends Died) જાહેર કર્યા હતા.

લગ્નના ઘરમાં છવાયો માતમ

આ ઘટનાથી રાજના પરિવારમાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો છે. 25 નવેમ્બરે તેની બહેનનાં લગ્ન હોવાથી ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી. રાજ મિત્રો સાથે લગ્નની કંકોતરી વહેંચવાની જવાબદારી નિભાવવા નીકળ્યો હતો, પરંતુ અકસ્માતમાં ત્રણેય મિત્રોનું મોત થતાં પરિવારની ખુશીઓ પર વિરામ લાગી ગયો છે.

પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને અકસ્માત કયા સંજોગોમાં થયો તેની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: દિવાળીની રાત્રે 12 કલાકમાં 36નાં મોત! આગ અને અકસ્માતથી માતમ

આ પણ વાંચો: નવા વર્ષની ઉજવણી વચ્ચે જામનગરમાં અકસ્માત, એકજ પરિવારના બે સભ્યોના મોત

આ પણ વાંચો: પરિવારની અંતિમ યાત્રા બની મોતની યાત્રા! અંતિમ સંસ્કાર માટે વારાણસી જતા અકસ્માતમાં 7નાં મોત