Jamnagar News: નવા વર્ષના ઉત્સાહ વચ્ચે જામનગર નજીક એક અત્યંત દર્દનાક દુર્ઘટના(Jamnagar Accident) સામે આવી છે. જામનગર-અલીયાબાડા પાટિયા પાસે ઈકો કાર અચાનક પલટી મારી જતાં જાડેજા પરિવાર માટે ઉત્સવનો દિવસ માતમમાં ફેરવાઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર 17 વર્ષીય માનસીબા જાડેજા અને કૈલાશબા જાડેજાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 6 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
Jamnagar Accident : અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
દુર્ઘટનાગ્રસ્ત ઈકો કાર(Eco Car)માં કુલ 8 લોકો સવાર હતા. અકસ્માતની તીવ્રતા એટલી વધુ હતી કે વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ચીસાચીસ મચી ગઈ હતી. ઘટના બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ(G G Hospital) ખાતે પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
અલીયાબાડા પાટિયા પાસે સર્જાયો અકસ્માત
જામનગર નજીક અલીયાબાડા પાટિયા(Aliyabada Patiya) પાસે બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે શોક અને ચકચાર મચી ગઈ હતી. નવા વર્ષના પાવન અવસરે જ વ્હાલસોયી દીકરી સહિત પરિવારના બે સભ્યો ગુમાવતાં જાડેજા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
બનાવની જાણ થતાં જ પંચકોષી-એ ડિવિઝન પોલીસ(Panchkoshi A Division Police) મથકનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માતના ચોક્કસ કારણો જાણવા કાયદેસરની આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: પરિવારની અંતિમ યાત્રા બની મોતની યાત્રા! અંતિમ સંસ્કાર માટે વારાણસી જતા અકસ્માતમાં 7નાં મોત
આ પણ વાંચો: અમદાવાદ-ઉદેપુર હાઇવે પર કારનો અકસ્માત, ઓવરબ્રિજ પર પલટી જતાં ચાર ઇજાગ્રસ્ત
આ પણ વાંચો: પડાણા પાટિયા પાસે બિહારના શ્રમિકનો આપઘાત, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
