કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા કેટલાક ડોકટરો પણ કોરોના સંક્રમિત થયા છે. ત્યારે સુરતની કિરણ હોસ્પિટલના તબીબો અને નર્સ મળી કુલ 12 કોરોના પોઝીટીવ આવતા હોસ્પિટલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. હોસ્પિટલ 1મે સુધી બંધ રહેશે. જેમાં કિરણ હોસ્પિટલની ઓપીડી સહિતની તમામ ઇમરજન્સી સેવા બંધ રહેશે. તો હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા તમામ દર્દીઓને રજા આપી દેવાઇ છે.
સુરતની કિરણ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી જે ડાંગના સુબીર તાલુકાની છે તે કોરોનાનો ભોગ બનતા તેને આહવા ખાતેની હોસ્પિટલમાં ખસેડાઇ છે. તો આ યુવતીના સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ કવોરન્ટીન કરાયા છે.
ઉલ્લેખનીય કે આ અગાઉ પણ સુરતમાં ડોક્ટરનો રીપોર્ટ પોઝિટીવ આવી ચુક્યો છે આ પહેલા સુરત નવી સિવિલમાં ડોક્ટર પાયલ ગોયલ તથા ખુશાલી શ્રોફનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
