Surat News/ સુરતમાં બીચ ફેસ્ટિવલ માટે તૈયારી શરૂ કરાઈ

સુરતમાં બીચ ફેસ્ટિવલ માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. સુવાલી બીચ ફેસ્ટિવલ માટે સરકાર રૂ. 50 લાખ આપશે. વર્ષના અંતે સુરતમાં સુવાલી બીચ ફેસ્ટિવલ યોજાશે. બીચ પર બે દિવસ માટે રંગારંગ કાર્યક્રમ યોજાશે.

Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં બીચ ફેસ્ટિવલ માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. સુવાલી બીચ ફેસ્ટિવલ માટે સરકાર રૂ. 50 લાખ આપશે. વર્ષના અંતે સુરતમાં સુવાલી બીચ ફેસ્ટિવલ યોજાશે. બીચ પર બે દિવસ માટે રંગારંગ કાર્યક્રમ યોજાશે.

પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરાએ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. સુવાલી બીચના વિકાસ માટે સરકારે 10 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સાત કરોડના ખર્ચે રોડ સહિતની સગવડ ઊભી કરવા માટે આયોજન છે. ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે.

આ અંગે વિપક્ષનો સવાલ છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, સુરત ચેમ્બર ઓફ કોમર્સ, સુરત ડાયમંડ બુર્સ જેવી અનેક સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓ તથા નેતાઓ સદ્ધર છે ત્યારે આ ફેસ્ટિવલને લઈને સરકાર પાસેથી રૂપિયા માંગવાની જરૂર કેમ પડી.

સરકારે સુવાલી બીચના વિકાસ માટે રૂ. 10 કરોડ મંજૂર કર્યા છે. સાત કરોડના ખર્ચે રોડ સહિતની સગવડ ઊભી કરવાનું આયોજન છે. ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે. આમ સુરતમાં વર્ષના અંતે ફેસ્ટિવલની ભરમાર હશે પરંતુ ફેસ્ટિવલોની આ ભરમારમાં સ્થાનિક પ્રજાની સગવડો ભૂલાઈ ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કચ્છ/ પ્રવાસન વિભાગ દ્વારા માંડવીના દરિયા કિનારે પણ ટેન્ટસિટી ઉભી કરવામાં આવશે

આ પણ વાંચો: પોરબંદરમાં ભારતમાં પહેલી વખત બીચ સોકર લેવલ વન કોચિંગ કોર્સનું આયોજન

આ પણ વાંચો: જંતુઓના ટોળાએ બીચ પર મસ્તી કરતા લોકોની હાલત કરી ખરાબ, વાયરલ વીડિયો જોયા પછી તમે પણ ચોંકી જશો!