Not Set/ કચ્છ/ પ્રવાસન વિભાગ દ્વારા માંડવીના દરિયા કિનારે પણ ટેન્ટસિટી ઉભી કરવામાં આવશે

કચ્છના ધોરડોમાં ટેન્ટસિટી આકર્ષણ જગાવે છે, તેવી રીતે માંડવી બીચ પર બીચ ફેસ્ટિવલ આવતા માસથી યોજવામાં આવનાર છે. રણોત્સવ પૂર્ણ થયા બાદ બીચ ફેસ્ટિવલ શરૂ થતા કચ્છમાં પર્યટનની મોસમ જળવાયેલી રહેશે . સફેદ રણ ધોરડો ખાતે દર વર્ષે ટેન્ટસિટી ઉભી કરવામાં આવે છે.  જેમાં 450 જેટલા વિવિધ ટેન્ટ ગોઠવવામાં આવે છે. સફેદ રણ માણવા આવતા […]

Gujarat Others
bhatavar 6 કચ્છ/ પ્રવાસન વિભાગ દ્વારા માંડવીના દરિયા કિનારે પણ ટેન્ટસિટી ઉભી કરવામાં આવશે

કચ્છના ધોરડોમાં ટેન્ટસિટી આકર્ષણ જગાવે છે, તેવી રીતે માંડવી બીચ પર બીચ ફેસ્ટિવલ આવતા માસથી યોજવામાં આવનાર છે. રણોત્સવ પૂર્ણ થયા બાદ બીચ ફેસ્ટિવલ શરૂ થતા કચ્છમાં પર્યટનની મોસમ જળવાયેલી રહેશે .

Image result for tent city kutch"

સફેદ રણ ધોરડો ખાતે દર વર્ષે ટેન્ટસિટી ઉભી કરવામાં આવે છે.  જેમાં 450 જેટલા વિવિધ ટેન્ટ ગોઠવવામાં આવે છે. સફેદ રણ માણવા આવતા પ્રવાસીઓ ટેન્ટસિટીમાં રોકાઈને અદભુત આનંદની લાગણી અનુભવે છે,  ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા કચ્છના માંડવીના દરિયા કિનારે પણ ટેન્ટસિટી ઉભી કરવામાં આવશે,  માંડવીના રમણીય બીચ પર બે માસ સુધી બીચ ફેસ્ટિવલ યોજવામાં આવશે,  12 માર્ચના રણોત્સવ સમાપ્ત થાય છે.

Image result for tent city kutch"

ત્યારબાદ માંડવી બીચ પર બીચ ફેસ્ટિવલનો આરંભ થશે. જેમાં દરિયાકિનારે પચાસ જેટલા ટેન્ટ ઉભા કરાશે.  ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.  શિયાળો પૂરો થવા આવ્યો છે માર્ચ મહિનામાં ઉનાળાનો આરંભ થશે ત્યારે દરિયાકિનારે સહેલાણીઓની સંખ્યા વધવા પામશે.

Image result for tent city kutch"

ઉનાળામાં ગરમીમાં રાહત મેળવવા દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો માંડવી બીચ પર આવતા હોય છે,  ત્યારે આ વખતે ટેન્ટસિટી થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.  ઉપરાંત સ્થાનિકોને રોજગારી મળશે આ થકી ક્ચ્છ જિલ્લામાં બારેમાસ પ્રવાસન સિઝન બરકરાર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.