Not Set/ એસટી બસની રનીગમાં સ્પ્રિંગની પિન નીકળી જતાં પેસેન્જરોના જીવ થયા અધ્ધર, ડેપો મેનેજરની બેદરકારી આવી સામે

બનાસકાંઠા, બનાસકાંઠામાં એસટી વિભાગની ઘોર બેદરાકારી સામે આવી છે. કિલોમીટર પૂરા થયેલી બસને દોડાવતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઇ છે. આ બસ ચાલી રહી હતી તે દરમિયાન સ્પ્રિગ નિકળી ગઇ હતી. ચાલુ બસમાં સ્પ્રિંગ નિકળી જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટનામાં મુસાફરો, ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. વાવ થરાદ પર […]

Top Stories Gujarat Others Videos

બનાસકાંઠા,

બનાસકાંઠામાં એસટી વિભાગની ઘોર બેદરાકારી સામે આવી છે. કિલોમીટર પૂરા થયેલી બસને દોડાવતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઇ છે. આ બસ ચાલી રહી હતી તે દરમિયાન સ્પ્રિગ નિકળી ગઇ હતી.

ચાલુ બસમાં સ્પ્રિંગ નિકળી જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટનામાં મુસાફરો, ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો.

વાવ થરાદ પર આ એસટી બસમાંથી સ્પ્રિંગ નિકળી જતાં એસ ટી બસ બાવળની ઝાડીમાં ઉત્તરી ગઇ હતી. મહત્વની વાત તો એ છે કે બે માસ પહેલા જ આ બસમાં ટેક્નિકલ ખામી આવી ગઇ હતી. તેમ છતાં પણ થરાદનું એસટી તંત્ર પૈસા કમાવવાની લાલચે મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.