Swimming Competition / પોરબંદરમાં સ્વિમિંગ કોમ્પિટિશનમાં અમદાવાદના સ્પર્ધકનું આ કારણથી થયું મોત

પોરબંદરથી એક માેટા સમાચાર સામે આવી રહ્યા છે. પોરબંદરમાં સ્વિમિંગ સ્પર્ધામાં એક સ્પધર્કનું મોત નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો હતો

Top Stories Gujarat
Porbandar Swimming Competition
  • પોરબંદર: સ્વિમિંગ કોમ્પિટિશનમાં સ્પર્ધકનું મોત
  • ચોપાટી ખાતે યોજાઇ સ્વિમિંગ કોમ્પિટિશન
  • સ્પર્ધકે 1 કી.મી. સ્પર્ધામાં લીધો હતો ભાગ
  • તબિયત બગડતા તાત્કાલિક રેક્સ્યુ કરાયુ
  • દરિયામાં 800 મીટર અંદર તબિયત બગડી
  • હોસ્પિટલમાં પહોચાડતા પહેલા જ મોત
  • મૃતક સ્પર્ધક અમદાવાદના હોવાનું અનુમાન

Porbandar Swimming Competition    પોરબંદરથી એક માેટા સમાચાર સામે આવી રહ્યા છે. પોરબંદરમાં સ્વિમિંગ સ્પર્ધામાં એક સ્પધર્કનું મોત નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ચોપાટી ખાતે યોજાયેલી આ સ્વિમિંગ સ્પર્ધામાં આ ઘટના ઘટી હતી. આ કોમ્પિટિશનમાં સ્પર્ધકે 1 કિમી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તેમની તબિયત અચાનક બગડતા તેમને સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હતા તે દરમિયાન મોત નિપજયું હતું. દરિયામાં 800 મીટરની અંદર તબિયત બગડી હતી. આ મૃતક સ્પર્ધક અમદાવાદના હોવાનું અનુમાન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં યોજાયેલા આ સ્વિમિંગ સ્પર્ધાને ઈન્ટરનેશલ નિયમો (Porbandar Swimming Competition ) મુજબ જજ કરી રહી છે. ભારતમાંથી  900થી વધુ સ્પર્ધકોએ આ સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્વિમિંગ સ્પર્ધા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ 108 બોટ સહિત સ્થાનિક માછીમારો દ્વારા સતત રેસ્ક્યુ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.પોરબંદરમાં સ્વિમિંગ સ્પર્ધામાં પોરબંદર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાની દરીયાઈ સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લેવા આવેલા સ્પર્ધકનું મોત નિપજ્યુ છે. સ્વિમિંગ સ્પર્ધા દરમિયાન હૃદયરોગનો હુમલો આવી જતા અમદાવાદના વૃદ્ધ સ્પર્ધકનું મોત થયુ હતુ.

Political/વરૂણ ગાંધી ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થશે? અટકળો તેજ