દેવભૂમિ દ્વારકા/ અધિક માસમાં દ્વારકાધીશના મંદિર પર ન જોવા મળી ધ્વજા, ભક્તોમાં શરૂ થઈ ચર્ચાઓ

શિખરનો ધ્વજ દંડ સોપારીનો હોય છે એ ખંડિત થયો હોય આવી માહિતી મળી રહી છે. ધ્વજ દંડને જોડવાની કામગીરી ચાલુ છે.ભગવાન દ્વારકાધીશ મંદિરના શિખર પર ધ્વજાં દંડ તૂટી જતા નવા દંડ ન લાગે ત્યા સુધી ધ્વજાં વ્યવસ્થા માટે નીચે ચડવામાં આવી છે.

Top Stories Gujarat Others
Untitled 82 1 અધિક માસમાં દ્વારકાધીશના મંદિર પર ન જોવા મળી ધ્વજા, ભક્તોમાં શરૂ થઈ ચર્ચાઓ

@ઓમ થોભાણી 

દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે. અહિંયા રાજ્ય અને દેશ તથા દુનિયામાંથી અનેક લોકો દર્શનાર્થે આવે છે. દ્રારકાધીશમાં માન્યતા હોવાને કારણે બારેય માસ મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. અહિંયા આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હોવાની માન્યતા છે. હાલ અધિક માસ ચાલી રહો છે ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા હજારો ની સંખ્યા મા દર્શન કરવા ક્રિષ્ના ભક્તો આવે છે.આજના દિવસે ભાગવાન દ્વારકાધીશ જગત મંદિરના શિખર પર ધ્વજાં જોવાના મળતા સૂનું લાગતા ભક્તોમા ચર્ચાનો વિસય બન્યો હતો.

Untitled 82 2 અધિક માસમાં દ્વારકાધીશના મંદિર પર ન જોવા મળી ધ્વજા, ભક્તોમાં શરૂ થઈ ચર્ચાઓ

સૂત્રો દ્વારા માહિતી મળતા શિખરનો ધ્વજ દંડ સોપારીનો હોય છે એ ખંડિત થયો હોય આવી માહિતી મળી રહી છે. ધ્વજ દંડને જોડવાની કામગીરી ચાલુ છે.ભગવાન દ્વારકાધીશ મંદિરના શિખર પર ધ્વજાં દંડ તૂટી જતા નવા દંડ ન લાગે ત્યા સુધી ધ્વજાં વ્યવસ્થા માટે નીચે ચડવામાં આવી છે.આ સમય દરમિયાન ભગવાન શ્રી દ્વારકાધીશનુ શિખર ધ્વજાજી વિહોણું જોવા મળ્યું છે.

Untitled 82 અધિક માસમાં દ્વારકાધીશના મંદિર પર ન જોવા મળી ધ્વજા, ભક્તોમાં શરૂ થઈ ચર્ચાઓ

મહત્વનું છે કે, 12 વર્ષ પહેલા આ ધ્વજાં દંડ બદલવા આવ્યો હતો.સોપારીના વૃક્ષમાંથી આ દંડ બનાવામા આવે છે.

આ અગાઉના સમયમાં પણ અનેક વખત આવી રીતે પ્રસંગો થયેલા છે, ત્યારે ત્યારે જૂની ધજા ઉતારવાનું યોગ્ય ન લાગતા સલમતીને લીધે એ ધજાને એમ જ રાખી અને નીચે બીજી ધજા ચડાવવામાં આવે છે.દ્વારકાધીશના મંદિરે ધ્વજા ચઢાવવાનું ભારે મહત્વ હોય છે. જેને લઇને અનેક લોકો દર વર્ષો ધ્વજા ચઢાવીને પ્રભુ પ્રાર્થના કરતા હોય છે.

આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલના 7.56 કરોડના GST કૌભાંડની ચર્ચા વચ્ચે સુપ્રિટેન્ડન્ટે કર્યો ખુલાસો

આ પણ વાંચો:દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન મહી નદીમાં 5 યુવાનો ડૂબ્યા, મળ્યા બેના મૃતદેહ

આ પણ વાંચો:અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જ્યો, નશામાં ધૂત BMW કારના ચાલકની અટકાયત

આ પણ વાંચો:સુરત RTOની ટેક્સ ડિફોલ્ટર વાહનોન માલિકો સામે લાલ આંખ