અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ જગ્યા માટે ભરતી માટે પરીક્ષાની જાહેરાત કરી છે. જોકે, છાશવારે સરકારી ભરતીમાં ગેરરીતિની ઘટનાઓ સામે આવી છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.
સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, સરકારી પરીક્ષાઓમાં કોઈપણ પ્રકારની ચૂક ચાલાવી લેવાય નહી અને લાખો યુવાનો દિવસ-રાત એક કરીને પરીક્ષાની તૈયારી કરતા હોય છે.
2014માં લેવાયેલ ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મુદ્દે ચાલી રહેલા કેસ મામલે હાઇકોર્ટની આકરી ટકોર સામે આવી છે. કેસમાં સંડોવાયેલા અને 8 વર્ષથી ફરાર આરોપીના આગોતરા જામીન સમયે કોર્ટે ટકોર કરી છે.
આ કેસમાં કોર્ટે જામીન આપવાથી ઇન્કાર કર્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, કેટલાક અસામાજીક તત્વોને કારણે હજારો યુવાનોને હેરાનગતિનો સામનો કરવો પડે છે.
Read More:ઈઝરાયલને સમર્થન આપવા પર ‘Coca Cola’ અને ‘Nestle’ની મુશ્કેલીઓ વધી!
Read More: કન્યા વગર જાન પરત ફરી, ‘વરરાજો કાળો છે લગ્ન નથી કરવા’
Read More: કોન્સ્ટેબલે 150 કોલ કર્યા, પત્નીએ જવાબ ન આપ્યો તો 230 કિમીની મુસાફરી કરી હત્યા કરી નાખી
Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube