વિરોધ/ જુનાગઢની માધ્યમિક તથા ઉ.માધ્યમિક શાળાના શિક્ષકોના કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા

બીજા તબક્કાના કાર્યક્રમમાં “કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણાનો ” આંદોલનનો બીજો તબક્કો નક્કી થયા મુજબ જુનાગઢ જિલ્લાની તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક મિત્રો સાથે મળી શાળામાં કાળી પટ્ટી ધારણ કરી શૈક્ષણિક કાર્ય કરેલ છે ,જેને જોરદાર પ્રતિસાદ મળેલ છે.

Top Stories Gujarat
junagadh teachers જુનાગઢની માધ્યમિક તથા ઉ.માધ્યમિક શાળાના શિક્ષકોના કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા

વૈશાલી કગરાણા,જૂનાગઢ@મંતવ્ય ન્યૂઝ

જુનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના વર્ષો જૂના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં કાળી પટ્ટી ધારણ કરી શૈક્ષણિક કાર્ય કરેલ.ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે સંસદસભ્યો  તથા ધારાસભ્યોને આવેદન પત્ર આપ્યા બાદ બીજા તબક્કાના કાર્યક્રમમાં “કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણાનો ” આંદોલનનો બીજો તબક્કો નક્કી થયા મુજબ જુનાગઢ જિલ્લાની તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક મિત્રો સાથે મળી શાળામાં કાળી પટ્ટી ધારણ કરી શૈક્ષણિક કાર્ય કરેલ છે ,જેને જોરદાર પ્રતિસાદ મળેલ છે.

અનુંદાનિત શાળાઓના પડતર પ્રશ્નો બાબતે શિક્ષક સંઘના જિલ્લા પ્રમુખ વેજાભાઈ પીઠીયા તથા નિલેશભાઈ સોનારાના સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે શિક્ષકોના (૧) પાંચ વર્ષની ફિક્ક્ષ પગારની નોકરી તમામ હેતુઓ માટે સળંગ ગણવી (૨) સાતમા પગારપંચના એરીયર્સના બાકી હપ્તાં રોકડમાં ચુકવવા (૩) બિનશરતી ફાજલના કાયમી રક્ષણના પરીપત્રમાં રહેલી વિસંગત્તાઓ દુર કરવી.(૪) CPF યોજના અને વર્ધિત પેંશન યોજના નાબુદ કરી GPF યોજના તથા જુની પેંશન યોજનાનો અમલ કરવો (પ)સિનિયર જુનિયર પગાર તફાવત દૂર કરવો,વગેરે

તે ઉપરાંત ઉચ્ચ.માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા જૂના શિક્ષકોની ભરતી, વિજ્ઞાનપ્રવાહ પ્રયોગશાળામાં શિક્ષક મદદનિશ ભરતી, સિનિયર જુનિયરના પગાર વિસંગતતા, ઉદ્યોગ શિક્ષકની લાયકાત ભરતી સમયે ખાસ કિસ્સામાં માન્યતા આપવા બાબત, પેન્શનના પ્રશ્નો બાબત, ૩૦૦ રજા રોકડ રૂપાંતર બાબત, સીસીસી પરીક્ષા મુદ્ત વધારવી, કોવિડ સંક્રમિત શિક્ષકને ઓન ડ્યુટી ગણી ખાસ કિસ્સામાં રજા માન્ય ગણવી, ગ્રંથપાલની ભરતી, ફાજલ ઠરાવમાં સુધારો કરવો વગેરે પ્રશ્નોનું વહેલીતકે નિરાકારણ લાવવા જણાવેલ. અને જો હજુ પણ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારેલ છે.

majboor str 1 જુનાગઢની માધ્યમિક તથા ઉ.માધ્યમિક શાળાના શિક્ષકોના કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા