Not Set/ બાંગ્લાદેશમાં રોહિંગ્યા શિબિરમાં હજારો મકાનો બળીને ખાખ, 15 મોત, 400થી વધારે ગુમ

વિશ્વની સૌથી મોટી રોહિંગ્યા મુસ્લિમ કોલોનીમાં અચાનક આગ લાગવાના કારણે સોમવારે રાત્રે બાંગ્લાદેશમાં હજારો કાચા મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. કોક્સબજાર વિસ્તારમાં આવેલા બાલુખાલી કેમ્પમાં આગ ફાટી નીકળી હતી, જે ટૂંક

Top Stories India
rohingya aag બાંગ્લાદેશમાં રોહિંગ્યા શિબિરમાં હજારો મકાનો બળીને ખાખ, 15 મોત, 400થી વધારે ગુમ

વિશ્વની સૌથી મોટી રોહિંગ્યા મુસ્લિમ કોલોનીમાં અચાનક આગ લાગવાના કારણે સોમવારે રાત્રે બાંગ્લાદેશમાં હજારો કાચા મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. કોક્સબજાર વિસ્તારમાં આવેલા બાલુખાલી કેમ્પમાં આગ ફાટી નીકળી હતી, જે ટૂંક સમયમાં ખૂબ મોટા વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, 400 થી વધુ લોકો લાપતા છે.

પ્લાસ્ટિકની ચાદરથી બનેલા હતા શરણાર્થી કેમ્પ

શરણાર્થી શિબિરમાં અસ્થાયી રહેઠાણ તંબુઓ, પ્લાસ્ટિકની ચાદરો અને જાડા પોલિઇથિલિન શીટ્સથી બનેલા હતા. આગ પાછળના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. કોક્સ બજારમાં યુનાઇટેડ નેશન્સ રેફ્યુજી એજન્સીના પ્રવક્તા લુઇસ ડોનોવાને કહ્યું છે કે અકસ્માતની જાણ થતાં જ બચાવ ટીમો સક્રિય થઈ ગઈ હતી અને તેઓએ જાનમાલનું મોટુ નુકસાન બચાવી લીધું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં ઘણા શરણાર્થીઓના મોતની આશંકા છે.

વિશ્વની સૌથી મોટી શરણાર્થી કોલોની

સંયુક્ત રાષ્ટ્રએ મંગળવારે કહ્યું હતું કે બાંગ્લાદેશની વિશ્વની સૌથી મોટી શરણાર્થી વસાહતમાં હજારો રોહિંગ્યાઓના મકાનો આગના કારણે બરબાદ થઈ ગયા છે. 2017 માં મ્યાનમારથી ભાગી ગયેલા 10 લાખથી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ કોક્સબજાર અને તેની આસપાસના કેમ્પોમાં રહેતા હતા. સંયુક્ત રાષ્ટ્ર અને ઘણા મુસ્લિમ દેશો તેમને રહેવા અને ખાવામાં મદદ કરતા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…