breaking news in Gujarati/ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ

વૃક્ષો અને વીજપોલ થયા ધારાશાયી

Gujarat Top Stories

Gujarat News : ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભર ઉનાળે કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે.જેમાં અમરેલીના ખાંભામાં મીની વાવાઝોડાએ વિસ્તારને ઘમરોળી નાંખ્યો હતો. શહેરના અનેક ઠેકાણે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. તે સિવાય રહેણાંક વિસ્તારોમાં નળિયા અને પતરા ઉડ્યા હતા. તે સિવાય મરચાનો ધંધો કરતા વેપારીઓના મંડપ પણ તૂંટી પડ્યા હતા. ગીરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડતા  રોડ પર પાણી ભરાયા હતા. જેને કારણે ઉનાળુ પાક કેરી અને તલ સહિતના પાકને નુકશાન પહોંચ્યું હતું.

જામનગરમાં જામઝોધપુર પંછકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં 10 થી વધુ ગામોમાં પવન સાથ વરસાદ પડ્યો હતો. ગ્રામ્.ય વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો.દાદરા નગર હવેલીમાં પણ અચાનક વાતાવરણે પલ્ટો ખાતા છુંટોછવાયો વરસાદ પડ્યો હતો. સાથે સાથે ઝડપી પવન પણ ફૂંકાયો હતો. એક લગ્નપ્રસંગે બાંધોલો મંડપ પણ ઉડી ગયો હતો.

તે સિવાય પાટણમાં સિદ્ધપુર તાલુકામાં અસહ્ય ઉકળાય વચ્ચ્ વાતાવરણ પલટાયું હતું અને પવન સાથે ધુળની ડમરીઓ ઉડી હતી. વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી.

કચ્છમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. ભચાઉ અને વાઢિયા વોંધ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. નખત્રાણા તાલુકાના  સુખપર ગામે કરા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે પંજાબની મુલાકાત લેશે, સુવર્ણ મંદિરમાં કરશે દર્શન 

આ પણ વાંચો: ભારતના સ્ટાર ફૂટબોલર કેપ્ટન સુનીલ છેત્રીએ કરી નિવૃત્તિની જાહેરાત, આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કરશે અલવિદા

આ પણ વાંચો:આજે યુપીમાં PM મોદીની ચાર રેલી, અખિલેશ-કેજરીવાલ લખનઉમાં કરશે પ્રેસ કોન્ફરન્સ