IPL 2024/ “સફળતાના નથી હોતા સીમાડા”, કચ્છના ઉભરતા સિતરાએ ખટખટાવ્યા IPLના દ્વાર

કચ્છ જિલ્લાના એક યુવાને દુનિયાની સૌથી લોકપ્રિય લીગ અને ફાસ્ટ ક્રિકેટના માહજંગ કહેવાતા IPL ના દ્વાર ખટખટાવ્યા છે.

Gujarat Others

IPL 2024: કહેવાય છે કે, જીવનમાં સફળ થવું હોય તો એના માટે કોઈ સીમા નથી હોતી, કારણ કે જે વ્યક્તિમાં પોતાના જીવનમાં કંઇક કરવાની ઝંખના હોય છે તે પોતાનું લક્ષ્ય હાંસલ કરીને જ રહે છે. આ જ પ્રકારે રાજ્યના કચ્છ જિલ્લાના એક યુવાને દુનિયાની સૌથી લોકપ્રિય લીગ અને ફાસ્ટ ક્રિકેટના માહજંગ કહેવાતા IPL ના દ્વાર ખટખટાવ્યા છે.

હકીકતમાં કચ્છ જિલ્લાના રાપર તાલુકાના રામવાવ ગામનો મોહન આહિર ચેન્નાઇ સુપર કિંગ્સના નેટ બોલર તરીકે પોતાની જવાબદારી અદા કરી રહ્યો છે. આ કચ્છી ક્રિકેટરે સીએસકેમાં નેટ બોલર તરીકે દિગ્ગજ બેટ્સમેન એમ એસ ધોની સહિત અનેક ક્રિકેટરો સામે બોલિંગ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Mohan Manvar (@mohan_1810_official)

કચ્છના આ યુવાનની વાત કરવામાં આવે તો, તો હાલ તે મુંબઈમાં રહે છે અને તે હમણાં બિહાર તરફથી સીઝન ક્રિકેટ રમે છે.આ સીઝન દરમિયાન મોહન આહિરને ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમારહે શૂઝની ભેટ આપી હતી અને પ્રોત્સાહિત કર્યો છે.

તમને જણાવી દઇએ કે, આઈપીએલમાં 2024ની સીઝનનો મહત્વનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, જેને લઈને ક્રિકેપ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સીબીએસઈનું 10મા ધોરણનું 93.60 ટકા પરિણામ

આ પણ વાંચો:CM એકનાથ શિંદે નોટોથી ભરેલ બેગ હેલિકોપ્ટરમાં નાસિક લઈ ગયા, સંજય રાઉતનો ગંભીર આરોપ

આ પણ વાંચો: ભારત અને ઇરાન વચ્ચે ચાબહાર પોર્ટ મામલે આજે થશે મહત્વનો નિર્ણય, પ્રથમ વખત કરશે ભારત પોર્ટનું સંચાલન