Not Set/ જામનગર : પુત્રીની હત્યા બાદ માતાએ કર્યો આપઘાત

જામનગર માતા જ પોતાના બાળકનું રક્ષણ કરતી હોય છે. ત્યારે રક્ષક જ ભક્ષક બનવાની ઘટના જામનગરમાં બની હતી. જામનગરના મોરકંડા રોડ પર આવેલ સનસીટી સોસાયટીમાં માતાએ પુત્રીની હત્યા કરી હતી. જાણીને નવાઇ લાગશે કે આ ભક્ષક માતાએ પોતાની પુત્રીને ગળે ટૂંપો દઈને હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો હતો. મોરકંડા રોડ પર સનસીટી સોસાયટીમાં આ […]

Gujarat

જામનગર

માતા જ પોતાના બાળકનું રક્ષણ કરતી હોય છે. ત્યારે રક્ષક જ ભક્ષક બનવાની ઘટના જામનગરમાં બની હતી. જામનગરના મોરકંડા રોડ પર આવેલ સનસીટી સોસાયટીમાં માતાએ પુત્રીની હત્યા કરી હતી.

જાણીને નવાઇ લાગશે કે આ ભક્ષક માતાએ પોતાની પુત્રીને ગળે ટૂંપો દઈને હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો હતો. મોરકંડા રોડ પર સનસીટી સોસાયટીમાં આ બનાવ બન્યો હતો.

ત્યારે આ નિર્દયી માતાએ પુત્રીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો હતો. મળતી માહિતી મુજબ આ પુત્રીએ પ્રેમલગ્ન બાદ માતા-પિતા સાથે કોઈ વ્યવહાર રાખ્યો ન હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.