Not Set/ પોલીસ કમિશનરની કચેરી પાસે જ ખુલ્લેઆમ તલવાર સાથે કરી રહ્યો છે બુટલેગર દાદાગીરી

અમદાવાદ અમદાવાદના બાપુનગરમાં વોન્ટેડ બુટલેગરની જાહેરમાં દાદાગીરી સામે આવી છે. એક બુટલેગર ધોળા દિવસે સ્થાનિકો સામે ખુલ્લી તલવાર લઈને દાદાગીરી કરી રહ્યો છે અને તો તેના  વિશે કોઈ ફરિયાદ કરશે તો તેને તે જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપી રહ્યો છે. ત્યારે બીજી તરફ પોલીસ મૂક પ્રેક્ષક બનીને માત્ર તમાશો જોઇ રહી છે. બુટલેગરની […]

Top Stories Ahmedabad Gujarat Trending
rain 20 પોલીસ કમિશનરની કચેરી પાસે જ ખુલ્લેઆમ તલવાર સાથે કરી રહ્યો છે બુટલેગર દાદાગીરી

અમદાવાદ

અમદાવાદના બાપુનગરમાં વોન્ટેડ બુટલેગરની જાહેરમાં દાદાગીરી સામે આવી છે. એક બુટલેગર ધોળા દિવસે સ્થાનિકો સામે ખુલ્લી તલવાર લઈને દાદાગીરી કરી રહ્યો છે અને તો તેના  વિશે કોઈ ફરિયાદ કરશે તો તેને તે જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપી રહ્યો છે.

ત્યારે બીજી તરફ પોલીસ મૂક પ્રેક્ષક બનીને માત્ર તમાશો જોઇ રહી છે. બુટલેગરની દાદાગીરીના આ ફૂટેજ પોલીસની નિર્બળતા અને ધોળા દિવસે વોન્ટેડ બુટલેગરની દાદાગીરીની સાક્ષી પૂરી રહ્યા છે. હાથમાં તલવાર લઈને રોડ પર ઊભેલી જનતાને  જાહેરમાં ધમકાવતો આ બુટલેગર એચ ડિવિઝનની આસિસ્ટન્ટ પોલીસ કમિશનરની કચેરી પાસે જ ઉભો છે અને દાદાગીરી કરી રહ્યો છે.

સ્થાનિક જનતાને આ બુટલેગર ધમકી આપી રહ્યો છે કે જો કોઈ તેના વિરોધમાં ફરિયાદ કે અરજી કરશે તો તેને બુટલેગર જીવતો નહિ મૂકે. આ વોન્ટેડ બૂટલેગરનું નામ સરવર હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને રખિયાલના સામાજિક કાર્યકર્તા કલીમ સિદ્ધે ભેગા થઈને બુટલેગરોના ગેરકાયદેસર ધંધા બંધ કરવા માટે ઝુંબેશ શરૂ કરી હતી અને પોલીસે સત્વરે કાર્યવાહી કરીને તમામ બૂટલેગરો સામે કાર્યવાહી કરી હતી.

આ દરમિયાન પાંચ શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી હતી અને ત્રણ શખ્સો વોન્ટેડ હતા. જે વોન્ટેડમાં આ દાદાગીરી કરતા બુટલેગરનું નામ પણ સામેલ છે. માત્ર સ્થાનિક જનતાને જ નહીં પણ મસ્જિદના ઈમામ સાહેબને પણ તેણે ફોન પર ધમકી આપી છે. જો કે  આ સીસીટીવી ફુટેજ સામે આવતા બાપુનગર પોલીસ સતર્ક થઈ છે અને બુટલેગરને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.