પ્રહાર/ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કર્યા કેન્દ્ર સરકાર પર પ્રહાર, શ્રીલંકાની જેમ લોકો કોઇ દિવસ PMના આવાસમાં પણ ઘૂસી જશે!

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે જયપુરમાં  શોમાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સંસદીય લોકતંત્રમાંથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે

Top Stories India
3 90 AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કર્યા કેન્દ્ર સરકાર પર પ્રહાર, શ્રીલંકાની જેમ લોકો કોઇ દિવસ PMના આવાસમાં પણ ઘૂસી જશે!

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે જયપુરમાં  શોમાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સંસદીય લોકતંત્રમાંથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. અત્યારે દેશની સ્થિતિને જોતા એવું લાગે છે કે શક્ય છે કે કોઈ દિવસ ભારતમાં પણ લોકો વડ પ્રધાનના આવાસમાં એ જ રીતે પ્રવેશ કરશે જે રીતે તેઓ શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગૃહમાં પ્રવેશ્યા હતા. તેમણે કહ્યું કે આ દેશમાં હિન્દુ-મુસ્લિમ રાજનીતિથી માત્ર મુસ્લિમ સમુદાય જ પીડાઈ રહ્યો છે.

ઓવૈસીએ કહ્યું કે આજે રાજકીય પક્ષો અપ્રસ્તુત બની રહ્યા છે. દિલ્હીમાં વકીલોનું પ્રદર્શન હોય, ખેડૂતોનું આંદોલન હોય, CAA બિલ હોય કે અગ્નિપથ યોજના હોય, નેતાઓનો ટેકો લીધા વિના, લોકો જાતે જ રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. લોકોને હવે રાજકીય પક્ષોમાં વિશ્વાસ રહ્યો નથી. લોકશાહીની આ સૌથી મોટી ખોડ છે. તમામ રાજકીય પક્ષોએ આ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ. તેમણે કહ્યું કે આપણે તેમાં સુધારો કરવો પડશે.

NSA અજીત ડોભાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે કેટલાક તત્વો ધર્મ અને વિચારધારાના નામે દેશમાં કડવાશ ફેલાવી રહ્યા છે. તેના પર ઓવૈસીએ કહ્યું કે અજીત ડોભાલે જણાવવું જોઈએ કે દેશમાં કટ્ટરવાદ કોણ ફેલાવી રહ્યું છે. તેઓએ લોકોને નામ આપવું જોઈએ.