Gujrat Morbi/ મોરબીમાં પેલેસ્ટાઈનના ઝંડાના વિડીયો વાયરલ થતા ચકચાર

પોલીસે ત્રણ યુવકોની કરી ધરપકડ

Gujarat Top Stories
Beginners guide to 2024 05 11T195926.477 મોરબીમાં પેલેસ્ટાઈનના ઝંડાના વિડીયો વાયરલ થતા ચકચાર

 Morbi News : મોરબીમાં પેલેસ્ટાઈનના ઝંડાના વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. બાઈક પર ઝંડા લગાવીને કેટલાક યુવાનો વિડીયોમાં નજરે ચડ્યા હતા. આ વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી.
બાદમાં એસઓજીની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ત્રણ યુવકોની આ મામલે ધરપકડ કરી હતી. હાલમાં પલીસ તેમની સઘન પુછપરછ કરી રહી છે.
ધરપકડ કરાયેલા યુવકો કોઈ આતંકવાદી સંગઠ્ઠન સાથે સંકળાયેલા છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.
એકતરફ ઈઝરાયલ ગાઝા પટ્ટીમાં વિનાશ વેરી રહ્યું છે ત્યારે મોરબી જેવા નાના શહેરમાં પેલેસ્ટાઈનના ઝંડાનો વિડીયો વાયરલ થતા પોલીસ પણ હરકતમાં આવી છે.

આ યુવકો કોઈના ઈશારે કામ કરી રહ્યા છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 11થી 13 મે દરમ્યાન કમોસમી વરસાદની આગાહી

આ પણ વાંચો: ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર