10th class result/ ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) આજે SSC એટલે કે ધોરણ 10નું પરિણામ (GSEB 10મું પરિણામ) આજે એટલે કે 11મી મે 2024, શનિવારે સવારે 8 વાગ્યે જાહેર થઇ ગયું  છે.

Gujarat Top Stories Breaking News

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) આજે SSC એટલે કે ધોરણ 10નું પરિણામ (GSEB 10મું પરિણામ) આજે એટલે કે 11મી મે 2024, શનિવારે સવારે 8 વાગ્યે જાહેર થઇ ગયું  છે. માહિતી અનુસાર વર્ષ 2024નું SSCનું પરિણામ 82.56 ટકા આવ્યું છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને તેમનું પરિણામ (ગુજરાત બોર્ડ SSC પરિણામ) ચકાસી શકશે. આપને જણાવી દઈએ સૌથી વધુ પરિણામ ગાંધીનગર જીલ્લાનું  87.22 ટકા આવ્યું છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર વિદ્યાર્થીઓએ તેમનો રોલ નંબર અને જન્મ તારીખ (ગુજરાત બોર્ડ 10મું પરિણામ) દાખલ કરવાની રહેશે. બોર્ડના ચેરમેન દ્વારા પરિણામ જાહેર કરવામાં આવશે. આ સમય દરમિયાન, GSEB (GSEB SSC પરિણામ) ના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ હાજર રહેશે. પરિણામ જાહેર કરવાની સાથે બોર્ડ પાસિંગ ટકાવારી અને ટોપર્સની યાદી પણ જાહેર કરશે. અહીં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનારને સન્માનિત અને પુરસ્કાર આપવામાં આવશે.જાણકારી અનુસાર સૌથી ઓછુ પરિણામ પોરબંદર 74.57 ટકા આવ્યું છે.આ વખતે લગભગ 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.

સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું દાલોદ બન્યું તેમજ ભાવનગરના તલગાજરડા કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે,માહિતી અનુસાર સૌથી ઓછું પરિણામ ભાવનગરના તડનું આવ્યું છે જે 41.13 ટકા છે. આ વર્ષે A ગ્રેડ માં 23247 વિદ્યાર્થીઓ થયા ઉતીર્ણ થયા છે.જેમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1389 છે.

તમને જણાવી દઈએ કે આ વખતે જેએસઈબી ગુજરાત બોર્ડ એસએસસી 10મીની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ 2024 દરમિયાન યોજાઈ હતી. પરીક્ષા માટે કુલ 4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હવે તમામ વિદ્યાર્થીઓના પરિણામની રાહ પુરી થઈ છે. ગયા વર્ષે એટલે કે 2023 માં, પરિણામ 25 મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. અહીં પાસ થવા માટે વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ અને થિયરી અલગ-અલગ પાસ કરવું ફરજિયાત છે. ઉપરાંત, વિદ્યાર્થીઓને દરેક વિષયમાં અને એકંદરે 33 ટકા ગુણ હોવા જોઈએ. જો તમારા ગુણ કોઈપણ એક કે બે વિષયમાં લઘુત્તમ માર્ક્સ કરતા ઓછા હશે તો વિદ્યાર્થીઓને કમ્પાર્ટમેન્ટ ગણવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓ બે કરતા વધુ વિષયોમાં 33% કરતા ઓછા ગુણ મેળવે તો તેમને નાપાસ ગણવામાં આવશે. પરિણામ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે અમારા લાઇવ બ્લોગ સાથે જોડાયેલા રહો.

GSEB ગુજરાત બોર્ડ SSC 10મું પરિણામ 2024

સૌ પ્રથમ gseb.org પર જાઓ.

અહીં તમે GSEB ગુજરાત બોર્ડ SSC 10મા પરિણામ પર જશો.

વિદ્યાર્થીઓ તેમનો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરે છે.

સ્ક્રીન પર માર્કશીટ દેખાશે.

નીચે ડાઉનલોડ પર ક્લિક કરો અને તેને તમારા ડેસ્કટોપ પર સાચવો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે…