Ahmedabad News/ સરકારના ‘હેલ્થ મિશન’ને ખોરવતું મિશન ‘કમિશન’

ગુરૂવાર ખ્યાતિ હોસ્પિટલ કાંડથી મેડિકલ માફિયાઓ દ્વારા માત્રને માત્ર પૈસાને પ્રાધાન્ય આપી દર્દીઓ સાથે રમાતી રમતનો પર્દાફાશ થયો છે. પરંતુ આ કૌભાંડમાં જો ઊંડી તપાસ થાય તો શહેરોથી માંડી ગામડા સુધી ચાલતા ‘મિશન કમિશન’ની એક એક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: ગુરૂવાર ખ્યાતિ હોસ્પિટલ કાંડથી મેડિકલ માફિયાઓ દ્વારા માત્રને માત્ર પૈસાને પ્રાધાન્ય આપી દર્દીઓ સાથે રમાતી રમતનો પર્દાફાશ થયો છે. પરંતુ આ કૌભાંડમાં જો ઊંડી તપાસ થાય તો શહેરોથી માંડી ગામડા સુધી ચાલતા ‘મિશન કમિશન’ની એક એક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોનું માનીએ તો, ગામડાઓમાંથી દર્દીઓને લાવવા માટે સ્થાનિક લોકો સાથેની મજબૂત સાંઠગાંઠ હોસ્પિટલના સંચાલકો ગોઠવી ચૂક્યા હતા. હાલમાં ફરી વખત રિમાન્ડ ઉપર સોંપાયેલા ડોક્ટર વઝીરાણી પાસેથી તો હોસ્પિટલના અનેક રાઝ ખૂલ્યા છે. પરંતુ સીઈઓ રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પકડાયા પછી અકલ્પનીય એવા નેટવર્કનો પદાફાશ થવાની સંભાવના રહેલી છે. ઓપરેશન કરવા પાછળ સરકારી નાણાંનો લાભ લેવાની ગણતરીઓ મંડાતી હોય છે. ઓપરેશન પછી દવા બનાવતી કંપનીઓ સાથે ડોક્ટરો અને હોસ્પિટલ સંચાલકોના ગોઠવાયેલા નેટવર્કથી ખરી બેઠી આવકની લાલચ કારણભૂત હોય છે.

સીઈઓ રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ સાચું બોલે તો મેડિકલ માફિયા કાર્તિક પટેલ આણી મંડળીના અનેક રાઝ ખુલશે તેમ મનાઈ રહ્યું છે. દસ દિવસ પહેલા ખ્યાતિ હોસ્પિટલમાં 19 દર્દીઓની એન્જોગ્રાફી કરી તેમાંથી સાત દર્દીઓની એનજીઓ પ્લાસ્ટિ કરવામાં આવી તેમાંથી બે દર્દીઓના મૃત્યુ નીપજયા. ચોકાવનારી ઘટના પછી દસ જ દિવસમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત દર્દીઓની સારવાર અને સેવાના નામે ચાલતા આયોજનબદ્ધ રેકેટનો ઘણો ખરો પર્દાફાશ થઈ ચૂક્યો છે.

ત્રણ દિવસથી ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ છે ત્યારે હવે આયોજનબદ્ધ રીતે ચાલતા “મિશન કમિશન’ના રેકેટના એક એક તાર ખૂલે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આ માટે હવે ક્રાઈમ બ્રાન્ચની નજર ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પર સ્થિર થઈ છે. ખ્યાતિ હોસ્પિટલ માટે દર્દીઓને લાવવાથી માંડી કેમ્પો યોજવા અને સ્ટેન્ટ મૂકવા, તેની ખરીદી અને તે પછી દવાઓ સહિતના અનેક ‘જોઇન્ટ ઓપરેશન’ની ચોંકાવનારી વિગતો ખુલી શકે તેમ છે. નવેમ્બર મહિનાની ત્રીજી તારીખથી ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકેલા ખ્યાતિ હોસ્પિટલના સંચાલક પટેલ ક્યારે ભારત આવશે, લવાશે કે પછી ગોઠવણ મુજબ આવશે તેવા અનેક સવાલો વચ્ચે અનેક રહસ્યો ખુલવાના બાકી છે.

અત્યાર સુધીમાં 19 ગામડાઓમાં કેમ્પ યોજીને અનેક દર્દીઓને સ્ટેન્ટ બેસાડી સરકારી યોજનાના નાણાં પોતાના ખાતે માંડી દીધા છે. ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલના તમામ બેન્ક ખાતાઓનો અભ્યાસ પણ શરૂ કર્યો છે. જન આરોગ્ય યોજના અંતર્ગત ખરેખર કેટલી રકમ ખ્યાતિ હોસ્પિટલને મળી અને તેમાંથી કોને કેટલી રકમ ચૂકવાઈ તેનો પણ ઊંડાણભર્યો અભ્યાસ કરવા માટે નાણાકીય વ્યવહારોના જાણકારોની મદદ લેવામાં આવી રહી છે.

સેવાના આ કાર્યને વ્યવસાયનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં માર્કેટિંગ મેનેજર જેવી ખાસ પોસ્ટ સક્રિય છે એ બાબત જ ઘણું સૂચવી જાય છે. માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ, સીઈઓ રાહુલ જૈન ઉપરાંત ચિરાગ રાજપુત ગામડાઓમાં ક્યાં કેમ્પ યોજી શકાય છે તેનો પૂરતો અભ્યાસ કરી જાણકારી એકત્ર કરતા હતા. સ્થાનિક ડોક્ટરો, સરકારી હોસ્પિટલો, સરકારી દવાખાનાઓમાંથી દર્દીઓના ડેટા લેવામાં આવી રહ્યો છે.

ખ્યાતિ હોસ્પિટલમાંથી દર્દીઓની ફાઈલો ઉપરાંત હિસાબો અંગેના રજીસ્ટરો અને પેન ડ્રાઈવ સીપીયુ વગેરે કબજે કરી અતઃથી ઈતિ જાણવા કામે લગાવી દેવામાં આવ્યું હોવાનું સૂત્રો કહે છે. ઉલ્લેખનીય છે ? છે કે ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં ખ્યાતિ હોસ્પિટલના અને તેના કાર્તિક|સંચાલકોના 15 બેન્ક ખાતા સીઝ કર્યા છે. ખ્યાતિ હોસ્પિટલ અને તેના મળતીયાઓના ખાતાઓમાં ક્યાંથી કેટલા પૈસા આવ્યા, કેટલા પૈસા ગયા તે સહિતની તમામ વિગતો પણ ક્રાઈમ બ્રાન્ચે વિગત મેળવી છે.

સૂત્રોના કહેવા મુજબ, સરકારી યોજનાનો ગેરલાભ લેવા દર્દીઓની મેળવવા ઉપરાંત સ્થાનિક પંચાયતો પાસેથી ગામની વસ્તીમાં ઉમરની જાણકારી મેળવાતી હતી. જે ગામમાં 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોની સંખ્યા વિશેષ હોય તેવા ગામને ટાર્ગેટ કરવામાં આવતા હતા. ગામની વસ્તી વિષેની આ જાણકારી સાથે દર્દીઓનો ડેટા મેળવવામાં આવતો હતો. આ ડેટાના આધારે મેડિકલ કેમ્પના આયોજન કરી એન્જિઓગ્રાફી, પ્લાસ્ટિ કે અન્ય પ્રકારના ઓપરેશનોના કેમ્પ યોજવા માટે આયોજન કરી નાખવામાં આવતા હતા. જે ગામમાં મેડિકલ કેમ્પ યોજવામાં આવતા એ ગામના સ્થાનિક સરપંચ કે આગેવાનને પહેલેથી સાથે રાખી 10થી 20 ટકા કમિશનની લાલચ પણ આપવામાં કામ કરતું હતું તેની તપાસ પણ ચાલી રહી છે.
હદ તો એ વાતની છે કે, અમુક દર્દીઓ એવા પણ હતા કે જેમની પાસે જનઆરોગ્ય યોજનાના કાર્ડ ન હોય. આવા દર્દીના કાર્ડ પણ ગણતરીના કલાકોમાં જ બનાવી આપવામાં આવતા હતા. ગામડાઓમાંથી દર્દીઓનો ડેટા એટલે કે મેડિકલ હિસ્ટ્રી મેળવીને જે ખર્ચ કરવામાં આવતો એ ખર્ચને કેમ્પ યોજ્યા પછી જે ડેટા મળે તે ડેટા હેલ્થ કેર અને મેડિકલ કંપનીઓને વેચી દઈને નફાના| સ્વરૂપમાં બદલવામાં આવતા કારસ્તાન પણ ખુલી રહ્યું છે.

પોલીસ અધિકારી સૂત્રોને એવી પણ શંકા છે કે જે 3,000 જેટલા દર્દીઓના ઓપરેશનો કરવામાં આવ્યા છે તે દર્દીઓને સરકારી યોજનામાં પાંચ લાખ | સુધીની જે રકમ મળે તેમાંથી એનજીઓગ્રાફી કે પ્લાસ્ટિ પાછળ વસૂલાત સિવાયનો બીજો અધ્યાય પણ ચાલતો હોવો જોઈએ. સરકારી યોજનાના લાભાર્થી દર્દીઓને તેમની સારવાર પાછળ કોઈ ખર્ચ કરવાનું નથી તેવું સમજાવીને કોઈને કોઈ દર્દ અથવા તો દવાઓ પાછળ સતત અને નિયમિત પૈસા મળતા રહે તેવું ષડયંત્ર કઈ રીતે ગોઠવાયું તે જોવાનું છે.
હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલ તેના ખાસ વિશ્વાસુ ચિરાગ રાજપુત, રાહુલ જૈન અને મિલિંદ પટેલ થકી આખું નેટવર્ક ચલાવતો હતો. કોઈ પ્રોફેશનલ કંપનીની માફક ખ્યાતિ હોસ્પિટલનું સંચાલન કરાતું હતું. દર મહિને કેટલા દર્દીઓને લાવવામાં આવ્યા, કેટલા કેમ્પ યોજવામાં આવ્યા તે ઉપરાંત દવા બનાવતી કંપનીઓ સાથેના ટર્નઓવરમાં ખ્યાતિ હોસ્પિટલનો હિસ્સો કેટલો તે સહિતના મુદ્દાઓ સુધીની સુધી છે.

રાહુલ જૈન, મિલિંદ પટેલ અને ચિરાગ રાજપૂત પોલીસના સકંજામાં છે. દર્દીઓની સેવાના નામે ‘મિશન કમિશન’ના બેરોકટોક ચલાવતા ધંધામાં કોને કેટલો લાભ હતો તેના પર પણ ક્રાઈમ બ્રાન્ચની તપાસ કેન્દ્રીત છે. આવનારા દિવસોમાં ઈન્કમટેક્સ સહિતની એજન્સીઓ પણ તપાસમાં જોડાય તેવી સંભાવના છે.ખ્યાતિ હોસ્પિતલમાં કાર્ડ ન હોય તેનું ત્વરિત કાર્ડ બની જાય, સરકારની મફત સહાય હેઠળ ગણતરીની મિનિટમાં મંજૂરી મળી જાય એ મામલે પણ તપાસ થઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ તપાસનો અહેવાલ સીધો જ કેન્દ્ર સરકારને સોંપવામાં આવે એવા આદેશ મળ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃએપોલો હેલ્થ યુનિ.ના 70થી વધુ વિદ્યાર્થીઓ બન્યા ફૂડ પોઇઝનિંગનો ભોગ

આ પણ વાંચોઃસ્ટર્લિંગ હોસ્પિટલ વિરુદ્ધ 11 દર્દીઓએ ક્રાઈમ બ્રાન્ચમાં નોધાવી ફરિયાદ

આ પણ વાંચોઃઅમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને ઓડાએ નોટિસ ફટકારી છે.