Anand News/ આણંદના વિદ્યા સનલાઈટ ગ્રૂપ પર આવકવેરા વિભાગના દરોડા

જ્યારે રેડ દરમિયાન 200 કરોડના બુક બહારનું વેચાણ સામે આવ્યું છે.

Top Stories Gujarat Breaking News

Anand News: આણંદ(Anand)ના વિદ્યા સનલાઈટ ગ્રૂપ પર આવકવેરા વિભાગ(Income Tax)ના દરોડા પડ્યા હતા, દરોડામાં 700 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. તપાસનો રેલો આંગડિયા પેઢી સુધી લંબાયો છે.

આણંદમાં વિદ્યા સનલાઈટ ગ્રૂપ પર અને તેની સાથે જોડાયેલા ગ્રૂપ પર ITના દરોડા (Raid) પડ્યાં હતા. દરોડા દરમિયાન 700 કરોડના બેનામી વ્યવહાર (Unauthorised Transactions) મળી આવ્યા છે. ઇન્કમટેક્ષ વિભાગનું નાણાકીય વર્ષનું સૌથી મોટું ઓપરેશન (IT Search Operation) ગણવામાં આવી રહ્યું છે. ITની રેડમાં 400 કરોડના બિલ વગરના વ્યવહાર મળી આવતા ચકચાર મચી ગઈ છે. જ્યારે રેડ દરમિયાન 200 કરોડના બુક બહારનું વેચાણ સામે આવ્યું છે. આંગડિયા પેઢી મારફતે બેનામી વ્યવહારોના નાણાં મોકલતા હતા. હવે ઇન્કમટેક્ષની તપાસનો રેલો આંગડિયા પેઢી સુધી લંબાયો છે.

વલસાડ(Valsad)ના પ્રખ્યાત બિલ્ડર દિપેશ ભાનુશાળીના નિવાસસ્થાને આવકવેરા વિભાગે (Income Tax Department) મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી હતી, જેમાં 544 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો સામે આવતા કરચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વલસાડમાં આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જેમાં 544 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા. વાપી (Vapi), વલસાડ અને સુરત(Surat)ની 16 ટીમો શોધમાં જોડાઈ હતી.

દીપેશ ભાનુશાળીના ઘરેથી 100 કરોડ રૂપિયાના દસ્તાવેજો મળી આવ્યા હતા. દીપેશના ભાગીદાર જગદીશ સેઠિયા પાસેથી પણ 100 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારોની વિગતો મળી આવી હતી. બિપિન બિલ્ડર પાસેથી 50 કરોડ રૂપિયા અને રાજેશ રાઠોડ પાસેથી 40 કરોડ રૂપિયાના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. એડવોકેટ વિપુલ કાપડિયાની ઓફિસમાંથી પણ 200 કરોડ રૂપિયાના વ્યવહારો મળી આવ્યા છે, જ્યારે રાકેશ જૈનની ઓફિસમાંથી 4 કરોડ રૂપિયા અને ઘોરદરાની ઓફિસમાંથી 20 કરોડ રૂપિયાના વ્યવહારો મળી આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધાનેરામાં નાર્કોટિક વિભાગના દરોડા, મેડિકલ સ્ટોર્સમાં ખળભળાટ

આ પણ વાંચો:વલસાડ અને વાપીમાં આવકવેરા વિભાગના દરોડા

આ પણ વાંચો:સ્ટેટ GSTના અમદાવાદ, સુરત, વાપી અને વ્યારા દરોડા, 9.11 કરોડના GST કૌભાંડનો પર્દાફાશ