Not Set/ વલસાડ/ ટ્રકે બાઇકને અડફેટે લેતા પતિ-પત્ની સહિત બે બાળકોનાં ઘટના સ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયા

વલસાડ નજીક નેશનલ હાઈવે પરથી ગમખ્વાર અકસ્માતની દુર્ધટનાની વિગતો સામે આવી રહી છે. ગોઝારા આ અકસ્માતમાં 4 લોકોનાં મોત નીપજ્યા હોવાની વિગતો વિદિત છે. વલસાડ નજીક મુંબઇ નેશનલ હાઈવે સુગર ફેકટરી પાસે હાઇવે બ્રિજ નજીક આ દુર્ઘટના ઘટી હતી. મોતનું તાંડવ સર્જી દેનાર આ અકસ્માત ટ્રક દ્વારા બાઇકને ટક્કર મારતા સર્જાયો હોવાનુ સામે આવી રહ્યું છે.   અકસ્માતમાં ગણદેવીથી બાઈક પર જતો પરિવાર અડફેટે […]

Gujarat Others

વલસાડ નજીક નેશનલ હાઈવે પરથી ગમખ્વાર અકસ્માતની દુર્ધટનાની વિગતો સામે આવી રહી છે. ગોઝારા આ અકસ્માતમાં 4 લોકોનાં મોત નીપજ્યા હોવાની વિગતો વિદિત છે. વલસાડ નજીક મુંબઇ નેશનલ હાઈવે સુગર ફેકટરી પાસે હાઇવે બ્રિજ નજીક આ દુર્ઘટના ઘટી હતી. મોતનું તાંડવ સર્જી દેનાર આ અકસ્માત ટ્રક દ્વારા બાઇકને ટક્કર મારતા સર્જાયો હોવાનુ સામે આવી રહ્યું છે.  

અકસ્માતમાં ગણદેવીથી બાઈક પર જતો પરિવાર અડફેટે આવી ગયો હતો અને પતિ-પત્ની સહિત બે પુત્રીનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા. આખા પરિવારને મોતનાં મુખમાં ધકેલી દેનાર ટ્રક ચાલક ઘટનાને ઘાટ આપી ઘટના સ્થળેથી ફરાર થઇ જોવા પામ્યો હતો. જો કે, પોલીસ દ્વારા ફરાર ટ્રક ચાલકને ઝડપી લેવાયો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews