Surendranagar News/ અતિભારે વરસાદના કારણે દસાડાના સાવડા ગામે સ્થિતિ કફોડી, મુખ્ય માર્ગ સંપૂર્ણ બંધ

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સાવડા ગામે અતિ ભારે વરસાદના કારણે સ્થિતિ કફોડી બની છે.

Top Stories Gujarat Others Breaking News

Surendranagar News: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના દસાડા (Dasada) તાલુકાના સાવડા (Savada) ગામે અતિ ભારે વરસાદના કારણે સ્થિતિ કફોડી બની છે પાટડી-સાવડા મુખ્ય માર્ગ અને સીમ તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ થઈ જતા ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે વરસાદ (Rain) બાદ પણ મહીનાઓ સુધી વરસાદી પાણી ભરાઈ રહે પુલ બનાવી કાયમી નિકાલ કરવામાં આવે તેવી માગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.

સાવડા ગામે વર્ષોથી આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવી રહી છતાં તંત્ર દ્વારા ચોક્કસ કામગીરી કરવામાં આવતી નથી અને જેનો ભોગ ગ્રામજનો તથા ખેડૂતો બની રહ્યા છે અહીંના લોકોના જણાવ્યા મુજબ આશરે ૧૦૦૦ વિઘા જમીનમાં આવેતર કરવામાં આવ્યું છે ત્યારે ખેતર તરફ જવાના માર્ગ પર કેડસમા પાણી ભરાતા કફોડી સ્થિતિ નિર્માણ થઈ રહી છે સાવડા ગામને અડીને આવેલ નવા તળાવમાં શિયાળા દરમિયાન વિદેશી પક્ષીઓ આવતા હોવાથી પર્યટકો મોટી સંખ્યામાં શિયાળામાં આવે છે આથી અહીં પુલ બનાવવામાં આવે તો કાયમી નિરાકરણ આવી શકે છે.

આ ઉપરાંત સાવડા ગામે આવેલ શાળામા પણ પાણી ભરાયા છે અને શાળાએ જવાનો માર્ગ પણ બંધ થયો છે તથા પાટડી-સાવડાને જોડતો મુખ્ય માર્ગ પણ બંધ થયો છે જેના કારણે મીઠાઘોડા,સાવડા,ચિકાસર ગામના લોકોની અવર જવર બંધ થઈ છે, દર વર્ષે આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવી રહી હોવા છતા‌ કાયમી નિરાકરણ કરવામાં નથી આવતુ તેવો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો રોજગારી માટે બહાર જતા‌ લોકો પણ અટવાયા છે અને ઘરે રહેવા મજબૂર બન્યા છે વરસાદના વિરામ બાદ પણ મહીનાઓ સુધી આ જ પ્રકારની સ્થિતિ રહે છે જેમ ગ્રામ જનો દ્રારા જણાવામાં આવ્યું હતુ વર્તમાન ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા કાયમી નિરાકરણ માટે ખાત્રી આપવામાં આવી હોવાનું સાવડા ગામના નાગરિક મહેશ દશાડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે હવે જોવાનું એ રહ્યું સાવડા ગામની સમસ્યાનુ કાયમી નિરાકરણ ક્યારે આવે છે?

@પ્રિયકાંત ચાવડા, મંતવ્ય ન્યૂઝ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં લાંબા સમયે મેઘરાજા મહેરબાન, સાત ઇંચ વરસાદ ખાબક્યો

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના પાટડીમાં જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખારાઘોડા સ્ટેશન પ્રાથમિક શાળાના શિક્ષિકાને નોટિસ