Surendranagar News/ સુરેન્દ્રનગરના પાટડીમાં જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડી ખાતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 39મા જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પાટડી શહેરમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસ્યો હતો છતાં વરસતા વરસાદમાં પણ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના નાદથી પાટડી નગર ગુંજી ઉઠ્યુ હતુ.

Gujarat Others Breaking News

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડી ખાતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 39મા જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પાટડી શહેરમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસ્યો હતો છતાં વરસતા વરસાદમાં પણ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના નાદથી પાટડી નગર ગુંજી ઉઠ્યુ હતુ.

પાટડી સત્યનારાયણ મંદિરથી ભગવાન શ્રીકૃષ્ણને રથ પર બિરાજમાન કરી નગરના રાજમાર્ગો પર ભવ્ય શોભા યાત્રા નીકળી હતી જેમાં વિવિધ અખાડા, તથા મનોરંજન પૂરું પાડતા કરતબો દર્શાવવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર,સુરેન્દ્રનગર જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ દિલીપ પટેલ સહિતના જોડાયા હતા.વરસી રહેલ વરસાદ વચ્ચે પોલીસ સ્ટાફ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્વક શોભાયાત્રા પૂર્ણ થઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકામાં બે દિવસથી અવિરત વરસાદ વરસ્યો છે જેમાં દસાડા તાલુકામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો વરસાદ ખાબકતા પાટડી નગરના બસ સ્ટેન્ડના ગ્રાઉન્ડમાં ઢીંચણ સમા પાણી ભરાતા બસ‌ સ્ટેન્ડ મીની‌ સરોવરમા બની ગયું છે.

ચોમાસા પહેલા તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતો હોય છે ત્યારે બસસ્ટેન્ડના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા પ્રિ મોન્સુન કામગીરીની પોલ ઉઘાડી થઈ છે પાટડી બસ સ્ટેન્ડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એ જ સ્થિતિ જોવા મળી હતી વરસાદના વિરામ લીધા બાદ પણ આ પાણી ઓસરતુ નથી જ્યારે પાણી ઓસરે છે ત્યારે કાદવ કીચડથી હાલાકી ઉભી થાય છે.

બીજી તરફ પાટડી બજાણા રોડ પાટડી સેવાસદન પોલીસ મથક તથા શંકરપરા ગેટ પાસે રોડ પર મસમોટા ખાડા પડી રહેવાથી તેમાં વરસાદી પાણી ભરાયા છે અને અકસ્માતનો ભય ઊભો થઈ રહ્યો છે જ્યારે પાટડી નગરના કલાડા દરવાજા તથા વણીન્દ્રધામ પાસે જન્માષ્ટમીના દિવસે યોજાતા આનંદ મેળા પર પણ સીધી અસર થઈ હતી. આ ઉપરાંત ઉપરવાસમાં વરસેલા વરસાદના નીર પાટડી વોકળા મારફતે રણમાં પ્રવેશ કરે છે ઉપરવાસના પાણીના કારણે પાટડીનો વોકળો બે કાંઠે થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓરંગા નદીના પાણી ઓસર્યા, પુલ-માર્ગો થયા જર્જરિત

આ પણ વાંચો: ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં

આ પણ વાંચો: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ