Gujarat Weather News: આજથી 5 ઓગસ્ટ વચ્ચે દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. નર્મદા, સાબરમતી, તાપી સહિતની રાજ્યની નદીઓ અને જળાશયોમાં વરસાદી પાણીની આવક થશે.
2 ઓગસ્ટે ડાંગ, નવસારીમાં ભારે વરસાદ પડશે. 3 અને 4 ઓગસ્ટે નર્મદા, ભરૂચમાં અતિભારે વરસાદ વરસશે. નવસારી, વલસાડ, તાપીમાં અતિભારે વરસાદ અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમની અસર ઓછી થતાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
5.20
છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની બેટિંગ જોવા મળી છે. બોડેલી સહિત આસપાસમાં વરસાદ વરસ્યો છે. મોડાસર, ચાચક, અજાલી સહિતમાં વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.
આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ તાલુકામાં સૌથી વધુ વરસાદ
જિલ્લા | તાલુકા | વરસાદ (મિમિ) |
નવસારી | ખેરગામ | 62 |
ડાંગ | ડાંગ-આહવા | 51 |
ડાંગ | વાઘાઈ | 50 |
નવસારી | વાંસડા | 48 |
વલસાડ | વલસાડ | 44 |
ખેડા | કપડવંજ | 44 |
ભરૂચ | વાલિયા | 35 |
ખેડા | નડિયાદ | 35 |
વલસાડ | ધરમપુર | 29 |
નર્મદા | દેડિયાપાડા | 28 |
ડાંગ | સુબીર | 28 |
પંચમહાલ | શેહેરા | 27 |
વલસાડ | કપરાડા | 26 |
તાપી | વ્યારા | 25 |
નવસારી | ચીખલી | 23 |
ખેડા | વસો | 23 |
આણંદ | તારાપુર | 22 |
તાપી | સોનગઢ | 22 |
મહીસાગર | બાલાસિનોર | 22 |
તાપી | ડોલવણ | 21 |
Gujarat Rain Live Update
10.50
છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વરસાદના પગલે ઓરસંગ નદીમાં પાણીની આવક વધી ગઈ છે. છોટાઉદેપુર નજીક ચેકડેમ ઓવરફ્લો થયો છે. સીઝનમાં પહેલીવાર ચેકડેમ પાણીમાં ગરકાવ થયો છે.
10.35
નવસારીના વાંસદામાં જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. કાવેરી નદી પરનો જૂજ ડેમની સપાટી 167.55 મીટર પહોંચી છે. ડેમ ઓવરફ્લો થતા ચીખલી,વાંસદા,ગણદેવી સહિત 25 ગામોને એલર્ટ કરાયા છે. વાંસદાના 13 ગામો, ચીખલીના 6 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. ગણદેવીના 5 ગામોને એલર્ટ કરાયા છે. કાવેરી નદી કાંઠે ન જવા માટે પણ સૂચના અપાઈ છે.
10.30
રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ધોરાજીમાં વિરામ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે.
10.21
સાબરકાંઠાના વિજયનગરમાં વરસાદ પડ્યો છે. વિજયનગર તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. બાલેટા, પીપોલોટી, દઢવાવ, કોડીયાંવાડામાં વરસાદ પડી રહ્યો છે. મગફળી, કપાસ, ચણા, મકાઈના પાકોને થશે ફાયદો. વરસાદને પગલે પાકોને જીવનદાન મળ્યું છે.
10.15
સુરતના ઓલપાડ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઓલપાડ પંથકમાં વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે ઓલપાડમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના થયા શરૂ. ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના
આ પણ વાંચો:જાતજાતના વાયરસથી ચેતી જજો, હોસ્પિટલો ઉભરાઈ રહી છે