Gujarat Weather/ ગુજરાતમાં ગરમી ,ઉકળાટ વચ્ચે કમોસમી વરસાદની આગાહી, IMDએ જારી કર્યો યલો અલર્ટ

હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી કમોસમી વરસાદ (Rain Alert), વીજળી અને તેજ પવનની આગાહી. ગરમી વચ્ચે તાપમાનમાં ઘટાડાની શક્યતા.

Top Stories Gujarat Breaking News
Rain Alert

Gujarat Weather:ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધ્યો છે.હાલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ઉકળાટ અને તીવ્ર ગરમી અનુભવાઈ રહી છે, ત્યારે હવામાન વિભાગ (IMD)એ આગામી ચાર દિવસ સુધી કમોસમી વરસાદ (Rain Alert), વીજળી અને તોફાની પવનની આગાહી કરી છે. આ વરસાદ ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અસર કરશે.

હાલનું તાપમાન (મહત્તમ)રાજ્યમાં આજે સૌથી વધુ તાપમાન વડોદરામાં 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.જેમાં અમદાવાદ, અમરેલી, ગાંધીનગરમાં36°C તાપમાન નોંધાયું છે.સુરેન્દ્રનગર, રાજકોટ, સુરતનું તાપમાન 35°C નોંધાયું છે જ્યારે ભુજ, ભાવનગર, કેશોદનું 34°C તાપમાન નોંધાયું છે.

કમોસમી વરસાદને (Rain Alert) કારણે તાપમાનમાં ઘટાડો 

હવામાન વિભાગ અનુસાર આગામી 48 કલાકમાં તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ વરસાદને કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.આગામી 2 એપ્રિલ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ (Rain Alert) અને વીજળી સાથે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તોફાની પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અમરેલી, ભાવનગર,છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી,ડાંગ, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલી મુખ્યત્વે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી અને ભાવનગરમાં 3 એપ્રિલ દરમિયાન વરસાદની (Rain Alert) શક્યતા વધુ છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ભાવનગર, અમરેલી, વલસાડ અને દાદરા-નગર હવેલીમાં 4 એપ્રિલે હળવો વરસાદ (Rain Alert) થઈ શકે છે.IMDએ આ વિસ્તારોમાં યલો અલર્ટ જારી કર્યું છે. વીજળી પડવાની અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.


આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદ, પવન અને ગાજવીજની ચેતવણી

આ પણ વાંચો: ગુજરાતમાં માવઠાનું સંકટ! અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો ચિંતામાં,પલટાશે વાતાવરણ

આ પણ વાંચો:ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની આફત! 29-30 માર્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી