gujarat weather news/ ગુજરાતમાં માવઠાનું સંકટ! અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો ચિંતામાં,પલટાશે વાતાવરણ

Gujarat Weather Update: ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ૧૦ ફેબ્રુઆરીથી વાતાવરણ પલટાશે. જાણો ઠંડી-ગરમી અને માવઠાના આંકડા.

Gujarat Top Stories Ahmedabad
Gujarat Weather Forecast

Gujarat Weather Forecast: ગુજરાતના વાતાવરણમાં છેલ્લા થોડા દિવસોથી સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની અસરને કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરીને સૌને ચોંકાવી દીધા છે.

અંબાલાલ પટેલની માવઠાની આગાહી

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી મહિનો રાજ્યમાં હવામાનના અનેક ફેરફારો લઈને આવશે. જે અંતર્ગત 8 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હળવા પશ્ચિમી વિક્ષેપને કારણે હિમવર્ષા થશે, જેની અસર હેઠળ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને 10 ફેબ્રુઆરીથી વરસાદી છાંટા પડવાની શક્યતા છે. ત્યારબાદ 18 થી 24 ફેબ્રુઆરી દરમિયાન એક પછી એક અનેક પશ્ચિમ વિક્ષેપો આવવાને કારણે હવામાનમાં પ્રભાવી બદલાવ જોવા મળશે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં એક વધુ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની સંભાવના છે, જેની સીધી અસર ગુજરાત અને રાજસ્થાનના ભાગોમાં જોવા મળશે અને વાતાવરણમાં મોટો પલટો આવશે.

હવામાન (Weather) વિભાગની શું છે આગાહી?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 7 દિવસ દરમિયાન વાતાવરણ (Weather) માં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તાપમાનની વાત કરીએ તો, આગામી 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રી વચ્ચે રહેવાની ધારણા છે, જ્યારે સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 32 થી 34 ડિગ્રી સુધી ઉપર જઈ શકે છે.

બેવડી ઋતુથી બીમારીઓનો ખતરો

ક્યારેક કડકડતી ઠંડી તો ક્યારેક બપોરે ગરમીના અનુભવને કારણે રાજ્યભરમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થયો છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં શરદી, ઉધરસ અને તાવના કેસો વધી રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતો આ બદલાતા વાતાવરણમાં સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. ખેડૂતો માટે પણ આ કમોસમી વરસાદની આગાહી ચિંતાનો વિષય છે, કારણ કે તૈયાર પાકને માવઠાથી નુકસાન થવાની ભીતિ રહેલી છે.


આ પણ વાંચો: ગુજરાતમાં ફરી માવઠાની આફત! જાણો ફેબ્રુઆરીમાં કયા દિવસોમાં વરસાદી માહોલ

આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ: સવારે ઠંડી, બપોરે ગરમીથી લોકો પરેશાન

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી વધશે કે ગરમી? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ફરી બદલાશે હવામાન!