ગુજરાત/ સુરતમાં પ્રેમિકાને મળવા જતા પ્રેમીને મળ્યું મોત

સુરતના વરાછા વિસ્તાર માં માધવ પાર્ક સોસાયટીમાં હત્યાની ઘટના બની હતી.જેમાં પ્રેમી પોતાની પ્રેમિકા ને મળવા ગયો તે દરમ્યાન પ્રેમિકાના ભાઈઓ આવી જતા પ્રેમી ને ઢોરમાર મારતા તેનું મોત થયું હતું..ઘટના ને લાગલે પોલીસે હત્યાનો ગુનો.નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Gujarat Surat

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં દિવસે ને દિવસે હત્યાના બનાવો વધી રહ્યા છે.ત્યારે ફરીથી આજે શહેર માં બે હત્યા ના બનાવ બન્યા છે. વરાછા અને લીંબાયત માં થેયલી બને હત્યા માં પ્રેમ પ્રકરણ જ સામે આવ્યું છે.વરાછા વિસ્તાર માં આવેલ ગીતા નગર સોસાયટીમાં રહેતો મેહુલ સોલંકી ને તેમની જ બાજુ માં રહેતી એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.જે મામલે યુવતી ના પરીવાર જનો ને જાણ થતા તેમણે મકાન ફેરવી અલગ જગ્યા એ રહેઠાણ કરી લીધું હતું.તેમ છત્તા આ બન્ને એકબીજા સાથે કોન્ટેક્ટ માં જોડાયેલા હતા.જેમાં ગીતા નગરની બાજુમાં આવેલી માધવપર્ક સોસાયટીમાં પ્રેમિકા ની બહેનપણી રહેતી હતી.જેથી પ્રેમિકા તેમની બહેનપણી ને ત્યાં આવી અને તેમના પ્રેમી મેહુલ સોલંકીને મળવા બોલાવ્યો હતો.

આ દરમ્યાન પ્રેમિકાના ભાઈઓને શંકા જતા તેઓ પણ બહેનપણીના ઘરે આવ્યા હતા. જ્યાં આ બને મળતા હતા.જેથી ભાઈઓએ મામાએ પ્રેમી મેહુલ સોલંકીને બેલ્ટ અને ફટકા વળે ઢોરમાર માર્યો હતો.તે દરમ્યાન મેહુલના મિત્ર પાર્થ વાઘેલાને પ્રેમિકાની બહેનપણીએ કોલ કરી તેમના મિત્રને માર મારે છે તેવું જણાવતા તેમનો મિત્ર પાર્થ ઘટના સ્થળે ગયો હતો.જ્યાં ત્રણ લોકો તેમના મેહુલને ઢોરમાર મારતા હતા. પાર્થ માર મારવાનીના કહેતા પાર્થને પણ મારવાની ધમકી આપવામાં આવી જેથી પાર્થ નીચે આવી ગયો હતો.ત્યારબાદ તેમનો મિત્ર બેભાન થઈ ગયો હતો.જેથી તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો.પરંતુ વધુ પડતો માર મારવાના કારણે મૂઢ ઇજા થવાથી મેહુલનું મોત થયું હતું.

મેહુલ સુરતમા રત્નકલાકાર તરીકે કામ કરતો હતો.છેલ્લા ચાર વર્ષથી તે અને પ્રેમિકા બને ને પ્રેમ કરતા હતા.આ પ્રેમ સંબંધ નો.કરુંન અંજામ આવતા મેહુલના પરિવાર જનો શોક માં ગરકાઉ થઈ ગયા હતા.મહત્વનું છે કે મેહુલ ને માર મારવા આવેલા પ્રેમિકા ના ભાઈ, મામા નો દીકરો અને મામા પહેલેથીજ તૈયારી સાથે આવ્યા હતા. જેવો મેહુલ દેખાયો કે ત્રણેય જણા મેહુલ પર તૂટી પડ્યા હતા.મેહુલને શરીર અનેક ભાગોમાં ઈજા થઇ હતી તેનાથી તેનું મોત થયું હતું.મેહુલ મૂળ ભાવનગરનો વતની છે અને તેના પિતા ત્યાં ખેતીકામ કરે છે.અને મેહુલ રૂપિયા કમાવવા માટે સુરત આવી રત્નકલાકાર તરીકે કામ કરતો હતો.આ પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાને મળવા જતા મેહુલનું પ્રેમિકાના ભાઈઓએ જ કાળસ કાઢી નાખ્યું હતું.હાલ મેહુલની લાશને પીએમ અર્થે ખસેડી પોલીસે હત્યારા ત્રણેયને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..

આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો

આ પણ વાંચો:મને કોઈ દિલ્હીનું કોઈ તેડું નથીઃ રૂપાલા