ખંભાતના ખારોપાટ કુમાર ફળિયામાં રહેતા રાજેશકુમાર પટેલના ઘરમાં ગેરકાયદેસર રીતે છુપાવીને રાખેલા રોકડા ૩.૨૫ કરોડ આણંદ એસઓજી ટીમે પકડ્યા છે.
એસઓજીની ટીમે રાજેશકુમારના ઘરમાં રીનોવેટ થઈ રહેલા રૂમની તિજોરીમાંથી ૨ હજારની ચલણી નોટોના 450 બંડલ સહીત કુલ 3.25 કરોડની રોકડ પકડી પાડી હતી. જોકે, રાજેશ પટેલ ઘરે મળ્યા ન હતા. પુછપરછમાં રાજેશની પત્નીએ જણાવ્યું હતું કે તેમના પતિને એક લાખ રૂપિયા પગાર છે થતા તેમને લંડનમાં રહેતા પુત્રે ધવલે સબંધીઓ થકી નાણાં મોકલાવ્યા હતા.આ નાણાં પાછળ હવાલા કૌભાંડની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, એક ખેડૂતના ઘરેથી આટલી મોટી રકમ ક્યાંથી આવવી તે ખુબજ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. હાલ , આ મામલે પોલીસ દ્વારા ચારેય દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે ખેડૂતે આપેલા નિવેદનમાં કેટલી હકીકત છુપાયેલી છે તે આગામી દિવસોમાં જ્યારે તપાસ પૂર્ણ થશે ત્યારેજ બહાર આવશે.

