શ્રાવણ માસનો પ્રારંભ થવાનો છે, ત્યારે શિવાલયોમાં દર્શનાર્થે આવનાર શિવભક્તોને કોરોનાથી બચાવવા શિવાલયો સજ્જ બન્યા છે.
શિવભક્તો માટે શ્રાવણ માસ પવિત્ર ગણાય છે. 21 મી જુલાઈથી આ વર્ષે કોરોના મહામારી વચ્ચે શ્રાવણ માસનો પ્રારંભ થશે. શિવભક્તોની આસ્થા ઓછી નથી થવાની પરંતુ શિવાલયોમાં હર હર મહાદેવના ગગનભેદી નાદ કરનાર ભક્તોની સંખ્યામાં જરૂર ઓટ આવશે. તો સાથે જેટલા પણ શિવભક્તો દર્શનાર્થે આવે તેમને કોરોના સંક્રમણથી બચાવવા અને કોરોનાનો વ્યાપ અટકાવવા શિવનગરીનાં શિવાલયો સજ્જ બન્યા છે.
વાત કરીએ માંજલપુર વિસ્તારનાં પ્રસિદ્ધ અને શિવભક્તોની આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રી કુબેરેશ્વર મહાદેવનાં મંદિરે ભક્તોને સ્ક્રીનિંગ બાદ પ્રવેશ અપાશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે સંકુલની જમીન અને બાંકડાઓ પર કુંડાળા દોરી દેવામાં આવ્યા છે. ઉપરાંત બે ભક્તોને જ ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવશે. તેમજ આ વર્ષે શ્રાવણ માસમાં ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં નહીં આવે તેવું મંદિરનાં સંચાલકોએ મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
