Not Set/ ‘પ્યાર તૂને ક્યાં કિયા’ અને ‘રોડ’ ફિલ્મોના ડાયરેક્ટ રજત મુખર્જીનું નિધન, સેલેબ્સે વ્યક્ત કર્યું દુઃખ

‘પ્યાર તૂને ક્યાં કિયા’, ‘રોડ’, ‘લવ ઇન નેપાળ’ અને ‘ઉમ્મીદ’ જેવી ફિલ્મ્સ બનાવનાર ડિરેક્ટર રજત મુખર્જીનું જયપુરમાં અવસાન થયું છે. કિડની ફેલિયર અને ફેફસામાં ઇન્ફેકશન તેનું મૃત્યુનું કારણ હોવાનું કહેવાય રહ્યું છે. તેમણે ટીવી સીરિયલ ‘ઇશ્ક કીલ્સ’ પણ ડિરેક્ટ કરી હતી. લોકડાઉનની જાહેરાત થતાં રજત તેમના વતન જયપુર શિફ્ટ થઈ ગયા હતા. કિડનીની તકલીફને લીધે એપ્રિલમાં […]

Uncategorized

‘પ્યાર તૂને ક્યાં કિયા’, ‘રોડ’, ‘લવ ઇન નેપાળ’ અને ‘ઉમ્મીદ’ જેવી ફિલ્મ્સ બનાવનાર ડિરેક્ટર રજત મુખર્જીનું જયપુરમાં અવસાન થયું છે. કિડની ફેલિયર અને ફેફસામાં ઇન્ફેકશન તેનું મૃત્યુનું કારણ હોવાનું કહેવાય રહ્યું છે. તેમણે ટીવી સીરિયલ ‘ઇશ્ક કીલ્સ’ પણ ડિરેક્ટ કરી હતી.

લોકડાઉનની જાહેરાત થતાં રજત તેમના વતન જયપુર શિફ્ટ થઈ ગયા હતા. કિડનીની તકલીફને લીધે એપ્રિલમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમને મે મહિનામાં રજા આપવામાં આવી હતી.

રજત મુખર્જીના નિધન પર મનોજ બાજપેયી, હંસલ મહેતા અને અનુભવ સિંહાએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે.  

હંસલ મહેતાએ ટ્વીટ કર્યું, “પ્યાર તુને ક્યા કિયા અને રોડ જેવી ફિલ્મો બનાવનાર મારા મિત્ર રજત મુખર્જીના નિધન વિશે હમણાં જ ખબર પડી. શરૂઆતના સંઘર્ષના દિવસોથી તે મિત્ર હતા. ઘણી વાર સાથે જમ્યા હતા. હવે બીજો દુનિયામાં સાથે જામી છું. હું તમને ખૂબ યાદ કરીશ.