Not Set/ ભારે વરસાદે ખોલી દિલ્હી તંત્રની પોલ, મિન્ટો બ્રિજ નીચે પાણી ભરાઈ જવાથી ડૂબી DTC બસ

  દેશની રાજધાની દિલ્હી અને આજુબાજુનાં વિસ્તારોમાં ચોમાસુ તીવ્ર બન્યુ છે. જેના કારણે ભારે વરસાદ ચાલી રહ્યો છે. આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. દરમિયાન મિન્ટો બ્રિજ નીચે જમા થયેલા પાણીમાં બે બસો ડૂબી ગઈ હતી. જેમાં ડ્રાઇવરનાં મોતનાં સમાચાર છે. આ દરમિયાન ફાયર બ્રિગેડે મોરચો સંભાળતા ઘણા લોકોને બચાવી લીધા હતા. રાજધાનીનાં અન્ય […]

India

 

દેશની રાજધાની દિલ્હી અને આજુબાજુનાં વિસ્તારોમાં ચોમાસુ તીવ્ર બન્યુ છે. જેના કારણે ભારે વરસાદ ચાલી રહ્યો છે. આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. દરમિયાન મિન્ટો બ્રિજ નીચે જમા થયેલા પાણીમાં બે બસો ડૂબી ગઈ હતી. જેમાં ડ્રાઇવરનાં મોતનાં સમાચાર છે. આ દરમિયાન ફાયર બ્રિગેડે મોરચો સંભાળતા ઘણા લોકોને બચાવી લીધા હતા. રાજધાનીનાં અન્ય ભાગોમાં પણ પરિસ્થિતિ ખરાબ છે.

મળતી માહિતી મુજબ, દિલ્હી રેલ્વે સ્ટેશન નજીક મિન્ટો બ્રિજ નીચે ભારે વરસાદ બાદ પાણી એકઠું થયું હતું. તે દરમિયાન ડીટીસીની બે બસ ત્યા અટવાઈ ગઈ હતી. તેના થોડા સમય પછી, નવી દિલ્હી યાર્ડનાં કર્મચારીને ત્યા એક મૃતદેહ તરતો મળ્યો હતો. ટ્રેકમેન રામનિવાસ મીણાનાં જણાવ્યા અનુસાર, તેણે ટ્રેક ઉપર ફરજ બજાવતી વખતે એક લાશ જોઇ. તે તરીને ગયા અને તેને બહાર કાઠ્યો. તેને બસની સામે મૃતદેહ તરતો મળ્યો હતો. બસ ઉપરાંત અનેક નાના વાહનો પણ ડૂબી ગયા છે. અત્યાર સુધી ફાયર બ્રિગેડનાં ટુકડીઓએ ઘણા લોકોને બચાવ્યા હતા.