Rajkot News/ રાજકોટમાં યોજાયું સહકાર સંમેલન, અમિત શાહે સહકારી ક્ષેત્રને વધુ મજબૂત કરવા અપીલ કરી

જયેશ રાદડિયાએ ખેડૂતો માટે આ પ્રસંગે 10 લાખનું વીમાકવચ 15 લાખનું કરાશે તેવી જાહેરાત કરી

Gujarat Rajkot

Rajkot News : રાજકોટમાં આરડીસી બેંક સહિત જિલ્લા કક્ષાની 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા તેમજ સહકારી સંમેલનનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સહકાર પ્રધાન અમિત શાહે હતું કે પહેલા નોરતે જ પીએમ મોદીજીએ જીએસટી ઘટાડીને મોટી ભેટ આપી છે. તેમણે સહકારી ક્ષેત્રને વધુ મજબૂત કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં અમિત શાહે રાજકોટ જિલ્લા બેંક ખાતે પૂર્વ ચેરમેન સ્વ.વલ્લભભાઇ પટેલ અને વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

RDC બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ ખેડૂતો માટે આ પ્રસંગે 10 લાખનું વીમાકવચ 15 લાખનું કરાશે તેવી જાહેરાત કરી હતી. ખેડૂતના સંતાનો માટે તેમણે એજ્યુકેશન લોન 35 લાખથી વધારી 50 લાખ કરવાની પણ જાહેરાત કરી હતી. તે સિવાય 4 લાખની કૃષિ વિકાસ લોનની પણ ખેડૂતો માટે જાહેરાત કરી હતી.

રાજકોટમાં સહકાર મંત્રી અમિત શાહે કહ્યું હતું કે સ્વ.વિઠ્ઠલભાઇએ સહકારી ક્ષેત્રને આગળ વધાર્યું હતું અને વલ્લભભાઇ પટેલે સહકારી ક્ષેત્રને આગળ વધાર્યું હતું. વિઠ્ઠલભાઇની પરંપરા જયેશ રાદડિયાએ ચાલુ રાખી છે. રાજકોટ જિલ્લા બેંકની એનપીએ 1 ટકાથી ઓછી હોવાનું તેમણે કહ્યું હતું. અમિત શાહે અપીલ કરી હતી કે ખાતરનો ઉપયોગ ઘટાડી જૈવિક ખેતી કરો અને જૈવિક ખેતી કરવાથી ખેડૂતોને વધુ નફો મળશે. PMએ GST ઘટાડી ખેડૂતોને દિવાળીની ભેટ આપી હોવાનું તેમણે કહ્યું હતું.
અમિત શાહે કહ્યું હતું કે ખેડૂતોને નફો પાછો આપવાની વ્યવસ્થા ગુજરાતની સાથે દેશમાં પણ શરુ કરાઇ છે. ભારત ઓર્ગેનિકની સ્થાપના કરીને એક સંસ્થા બનાવી છે જેમાં ખેડૂતોને નફો અપાઇ રહ્યો છે. તેમણે આજે પહેલા નોરતે ખેડૂતોને નવરાત્રિની શુભેચ્છા આપી હતી

આ તબક્કે રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ મુદ્દે સર્કિટ હાઉસ ખાતે અમિત શાહે બેઠક યોજી હતી. જેમાં કોર્પોરેશનના પદાધિકારીઓ તથા શહેર જિલ્લા સંગઠનના તથા માર્કેટીંગ યાર્ડના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આગામી ચૂંટણી વિશે બેઠકમાં ચર્ચા કરાઇ હોવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Narmada News/મનરેગા મુદ્દે આપ MLA ચૈતર વસાવાનો CMને પત્ર

આ પણ વાંચો: Vadodara News/ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને આપી પેરોલની મંજૂરી, કોર્ટે વિધાનસભા સત્રમાં ભાગ લેવા

આ પણ વાંચો: Bharuch news/ભાજપના સાસંદ મનસુખ વસાવા ભાજપના નેતાઓ સામે લાલઘૂમ,ચૈતર વસાવા મુદ્દે ધારાસભ્યો ન બોલતા સાંસદ અકળાયા