Dharma & Bhakti/ નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની આરાધના, જાણો કથા, પૂજા વિધિ અને મંત્ર વિશે…

પુરાણોમાં વર્ણિત કથા અનુસાર, માતા બ્રહ્મચારિણીએ પોતાના પૂર્વજન્મમાં પાર્વતી સ્વરુપે જન્મ લીધો હતો. ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે તેમણે ઘોર તપસ્યા…

Trending NAVRATRI 2025 Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: નવરાત્રિમાં નવદુર્ગાના નવ સ્વરુપો પૈકી બીજા દિવસે માતા બ્રહ્મચારિણી (Brahmcharini maa)ની આરાધના કરવામાં આવે છે. દેવી માતાના આ રુપને પાર્વતીનું કુંવારું સ્વરુપ ગણવામાં આવે છે. બ્રહ્મચારિણી એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ છે- બ્રહ્મ સમાન આચરણ કરનારી!

આસો સુદ એકમથી લઇને આસો સુદ નોમ સુધીના નવ દિવસ માતાજીના વિવિધ રુપોની આરાધના કરવાના પાવન દિવસો ગણાય છે. પરંતુ આ વખતે વર્ષ 2025 માં દસ દિવસ સુધી નવરાત્રિ ઉજવાશે. માતા દુર્ગા, માતા અંબા, માતા જગદંબા (Durga, Amba, Jagdamba) વગેરે માતાજીના અનેક નામો છે પરંતુ, આખરે તો સ્વરુપ એક જ છે! ઘણા ભક્તજનો આ પર્વ દરમિયાન, ઉપવાસ પણ રાખે છે અને માતાની સ્તુતિ તથા આરતી કરીને ગરબે ઘૂમે છે. નવરાત્રિના બીજા દિવસે એટલે કે 23 મી સપ્ટેમ્બરે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવશે.

દ્વિતિય તિથિએ બ્રહ્મચારિણી

મા દુર્ગાનું દ્વિતિય સ્વરૂપ (Second Form of Durga) માતા બ્રહ્મચારિણી છે. આસો સુદ દ્વિતિયા તિથિએ બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. શારદીય નવરાત્રિનો બીજો દિવસ મંગળવાર એટલે કે 23 સપ્ટેમ્બરે છે અને આ દિવસ બ્રહ્મચારિણી માતાને સમર્પિત છે. માતાનું સ્વરુપનું શાસ્ત્રોક્ત વર્ણન જોઇએ તો, એ શુભ્ર શ્વેત વસ્ત્રોમાં સુશોભિત છે અને એના જમણા હાથમાં અષ્ટદળ માળા અને ડાબા હાથમાં કમંડળ છે. માતાનું સ્વરુપ અત્યંત જાજ્વલ્યમાન છે.

પૌરાણિક કથા

પુરાણોમાં વર્ણિત કથા અનુસાર, માતા બ્રહ્મચારિણીએ પોતાના પૂર્વજન્મમાં પાર્વતી (Parvati) સ્વરુપે જન્મ લીધો હતો. ભગવાન શિવ (Lord Shiva)ને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે તેમણે ઘોર તપસ્યા આદરી હતી. આ તપ કરવા દરમિયાન, મા કેવળ ફળ-ફૂલ ખાઇને જીવિત રહ્યાં હતા અને ક્યારેક-ક્યારેક પાંદડાનું પણ ભોજન કરી લેતા હતા. હજારો વર્ષોનું અત્યંત કઠોર તપ કરવાના કારણે એમને ‘બ્રહ્મચારિણી’ તરીકે ઓળખવામાં આવ્યાં. આ સ્વરુપમાં અઘોર તપ કરીને અંતે, માતા પાર્વતીએ પોતાની નિષ્ઠા અને તપસ્યાથી શિવજીને પ્રસન્ન કરીને પતિ સ્વરુપે પ્રાપ્ત કર્યા હતા.

માતા કરશે મંગળ

જ્યોતિષિય માન્યતાઓ અનુસાર, માતા મંગળ ગ્રહ (Mars Planet)ને નિયંત્રિત કરે છે એથી એમની પૂજા-આરાધનાથી મંગળ ગ્રહના દોષોને ઘટાડી શકાય છે. વળી, સાધકની તપસ્યાની શક્તિમાં વૃદ્ધિ થાય છે. માતાની પૂજા (Puja) કરવા અંગે અમુક શાસ્ત્રોક્ત વિધાન અને ધાર્મિક માન્યતાઓ પ્રચલિત છે. તો આવો જાણીએ, એમની પૂજા વિધિ અને ધ્યાન મંત્ર વિશે…

પૂજા વિધિ અને મંત્ર

1. વહેલી સવારે, પ્રાત:કાળે ઉઠીને સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. નવરાત્રિના બીજા દિવસે આસમાની, સફેદ કે લીલો રંગ ધારણ કરવો જોઇએ.

2. બ્રહ્મચારિણી માતાનું ધ્યાન ધરીને પૂજાનો સંકલ્પ કરવો. માતાની છબિ કે સ્થાપન આગળ બેસીને દીવો પ્રગટાવીને આ મંત્ર બોલવો.

“યા દેવી સર્વભૂતેષુ બ્રહ્મચારિણી રુપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:”

3. પૂજા કરતી વખતે માતાને પ્રિય એવા કમળ (Lotus), સફેદ ગુલાબ (White Rose) કે ચમેલી (Jasmine) જેવા ફૂલો અને અક્ષત (આખા ચોખા) ચઢાવવા.

4. હવે માતા બ્રહ્મચારિણીના મંત્રનો જાપ કરવો. આ મંત્ર છે-

“ૐ દેવી બ્રહ્મચારિણ્યે નમ:”

5. ભાવપૂર્વક આ મંત્રનો 108 વાર જાપ કરવો. ત્યાર બાદ આરતી કરવી અને પ્રસાદ (Prasad) ચડાવવો. મા બ્રહ્મચારિણીને પ્રસાદ રુપે સાકર (Rock Sugar), મિશ્રી, દૂધ, ખીર કે દૂધ વડે બનેલા મિષ્ટાન્ન અર્પણ કરવા જોઇએ. પૂજાના અંતે કોઈ ત્રુટિ રહી ગઇ હોય તો ક્ષમાપ્રાર્થના કરવી.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષિય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:શારદીય નવરાત્રિની મહા અષ્ટમી અને મહા નવમીનું શું મહત્વ છે? જાણો તારીખ અને પૂજાનું શુભ મુહૂર્ત…

આ પણ વાંચો:નવરાત્રિ : પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલવાળાએ લાઈસન્સ ફરજીયાત લેવું પડશે, કેપ, હેન્ડગ્લવ્સ, એપ્રેન ફરજિયાત