Dharma & Bhakti/ શારદીય નવરાત્રિની મહા અષ્ટમી અને મહા નવમીનું શું મહત્વ છે? જાણો તારીખ અને પૂજાનું શુભ મુહૂર્ત…

આ વર્ષે વિશેષ બાબત એ છે કે, આ વખતે નવ નહિં પરંતુ, કુલ દસ દિવસની શારદીય નવરાત્રિ રહેશે! આ સંજોગોમાં મહા અષ્ટમી અને મહાનવમી કયા દિવસે આવશે એ…

Trending NAVRATRI 2025 Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: આ વર્ષે શરદ ઋતુના અશ્વિન માસના પ્રારંભ નવરાત્રિની એકમ તિથિથી થશે. આ વર્ષે શારદીય નવરાત્રિ (Shardiya Navratri) પૂરા દસ દિવસ (10 Days) સુધી રહેશે. જેથી ભક્તો અને ખેલૈયાઓ અતિ ઉત્સાહમાં છે. પરંતુ ઘણા લોકોને મૂંઝવણ એ વાતની છે કે વર્ષ 2025 માં આઠમ અને નોમ (Ashwin Ashtami 2025 & Ashwin Navami 2025) કઇ તારીખે આવશે? તો ચાલો તમારી આ અસમંજસની સ્થિતિને દૂર કરી દઇએ અને જાણીએ મહા અષ્ટમી અને મહાનવમીનું મહત્વ, સાચી તારીખ-વાર અને પૂજાના મુહૂર્ત (Puja Mahurat) વિશે વિગતવાર…

શારદીય નવરાત્રિમાં આઠમ-નોમ નું મહત્વ

હિન્દુ સનાતન ધર્મ (Hindu Religion)માં નવરાત્રિનું વિશેષ મહત્વ રહેલું છે. નવ દિવસના આ પાવન પર્વ દરમિયાન, ભક્તો દેવી જગદંબા, નવ દુર્ગા (Nav Durga)ના નવ સ્વરુપોની વિધિ-વિધાનપૂર્વક પૂજા-અર્ચના કરે છે. ઘણા લોકો આ નવે દિવસ ઉપવાસ પણ રાખે છે. નવરાત્રિની અષ્ટમી-નવમી (Aatham-Nom) તિથિનું મહત્વ ઘણું હોય છે કારણ કે, આ દિવસોમાં નવ દુર્ગાનું સ્વરુપ સમજીને નાનકડી કુંવારી કન્યાઓનું પૂજન કરવામાં આવે છે. એવી માન્યતા છે કે શ્રદ્ધાપૂર્વક પૂજન કરવાથી વ્યક્તિના જીવનની સઘળી મુશ્કેલીઓનો અંત આવે છે. આ ઉપરાંત, ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન-સંપત્તિની દેવી લક્ષ્મી માતા (Lakshmi)નો વાસ થાય છે. આ દિવસો આધ્યાત્મ અને સકારાત્મક ઊર્જાથી જાજ્વલ્યમાન હોય છે અને એથી જ આ દિવસોમાં, માતાજીની આરાધના ઉત્તમ ગણાય છે. મોટાભાગના પરિવારોમાં આ દિવસોમાં, એમની કુળદેવીનું પૂજન કરીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે. આ સમયે, સર્વે કુટુંબીજનો એકઠા મળીને પ્રસાદ ગ્રહણ કરે છે.

શારદીય નવરાત્રિનો પ્રારંભ ક્યારે?

આખા વર્ષ દરમિયાન, કુલ ચાર નવરાત્રિ હોય છે. જેમાંથી આસો મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ થી શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ વર્ષે શારદીય નવરાત્રિના પાવન પર્વનો 22 મી સપ્ટેમ્બર, 2025 (22 September, 2025)થી પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ ઉપરાંત, વિશેષ બાબત એ છે કે, આ વખતે નવ નહિં પરંતુ, કુલ દસ દિવસ (10 Days)ની નવરાત્રિ રહેશે! આ સંજોગોમાં મહા અષ્ટમી અને મહાનવમી કયા દિવસે આવશે એ હવે જાણીશું.

હિન્દુ પંચાંગ અનુસાર, અશ્વિન અર્થાત્ આસો માસની શુક્લ પક્ષની પ્રતિપદા એટલે કે એકમ તિથિનો પ્રારંભ 22 મી સપ્ટેમ્બરે રાત્રે 01 વાગીને 23 મિનિટે થશે જે, 23 મી સપ્ટેમ્બરે મોડી રાતે 02 વાગીને 55 મિનિટે સમાપ્ત થશે. આમ, આ વર્ષે શારદીય નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી ગણાશે અને એ 2 જી ઓક્ટોબરે આસો સુદ દસમી તિથિએ વિજયા દશમી (Vijaya Dashami) પ્રારંભ થતા સમાપ્ત ગણાશે.

શારદીય નવરાત્રિ ઘટસ્થાપના મુહૂર્ત 2025

આ વર્ષે નવરાત્રિનું ઘટસ્થાપના મુહૂર્ત સવારે 6 વાગીને 09 મિનિટ થી શરુ થઇને સવારે 8 વાગીને 06 વાગ્યા સુધીનું રહેશે. આ ઉપરાંત, અભિજીત મુહૂર્ત સવારે 11 વાગીને 49 મિનિટથી લઇને બપોરે 12 વાગીને 38 મિનિટ સુધીનું રહેશે.

શારદીય મહા અષ્ટમી 2025 ક્યારે?

આસો સુદ અષ્ટમી તિથિ 30 મી સપ્ટેમ્બર, મંગળવારના રોજ ગણાશે.

આસો સુદ આઠમ તિથિનો પ્રારંભ – 29 મી સપ્ટેમ્બરે સાંજે 04 વાગીને 31 મિનિટે થશે.

આસો સુદ આઠમ તિથિનું સમાપન – 30 મી સપ્ટેમ્બરે સાંજે 06 વાગીને 06 મિનિટે થશે.

મહા અષ્ટમીનું સન્ધિ પૂજાનું મુહૂર્ત

સન્ધિ પૂજા પ્રારંભ – 5 વાગીને 42 મિનિટે થશે.

સન્ધિ પૂજાનું સમાપન 6 વાગીને 30 મિનિટે થશે.

શારદીય મહા નવમી 2025 ક્યારે?

આસો સુદ નવમી તિથિ 1 લી ઓક્ટોબર, બુધવારના રોજ ગણાશે. આ દિવસે પણ કન્યા પૂજન કરવું ઉત્તમ ગણાય છે.

આસો સુદ નવમી તિથિનો પ્રારંભ – 30 મી સપ્ટેમ્બરે સાંજે 6 વાગીને 06 મિનિટે

આસો સુદ નવમી તિથિનું સમાપન – 1 લી ઓક્ટોબરે રાત્રે 7 વાગીને 01 મિનિટે

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવરાત્રિમાં નવદુર્ગાના 9 સ્વરુપો અને મહિમા…તિથિ મુજબ શુભ રંગ જાણો!

આ પણ વાંચો:

આ પણ વાંચો:નવની જગ્યા પર દસ દિવસીય નવરાત્રી સકરાત્મકતાનું પ્રતિક છે, આવનારો સમય ખૂબ શાંતિ અને સમૃધ્ધિ પ્રદાન કરશે!