Rajkot News:જેતપુરમાં મેહુલ બુટાણી નામના 55 વર્ષીય વ્યક્તિએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટના જેતપુરના ડોબરિયાવાડી વિસ્તારમાં બની હોવાનું જાણવા મળ્યું છે.પ્રાથમિક માહિતી મુજબ, મેહુલ બુટાણીએ અજ્ઞાત કારણોસર આત્મહત્યાનું આત્યંતિક પગલું ભર્યું હતું.
ઘટનાની માહિતી મળતાં જેતપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જેતપુર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરી રહી છે. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
આ પણ વાંચો:રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શ્વાનોનું શયનાસન…!!
આ પણ વાંચો:રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર અકસ્માતની ઘટના, બેના મોત
આ પણ વાંચો:રાજકોટ AIIMSમાં નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ડૉ. એલ.એન. દોરૈરાજનની નિમણૂક
