Rajkot News/ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શ્વાનોનું શયનાસન…!!

એરપોર્ટનું મુખ્ય ટર્મિનલ કે જ્યાં હવાઈ મુસાફરોની એન્ટ્રી -એક્ઝીટ થતા હોય ત્યાં જ શ્વાનોના શયનાસનના દ્રશ્યો સામે આવ્યા હતા…ઉલ્લેખનીય છે, વડાપ્રધાનના હસ્તે…

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Rajkot International Airport) ઉપર યાત્રી સેવા દિવસે જ અસુવિધાઓ સામે આવી હતી. અહીં એરપોર્ટનું મુખ્ય ટર્મિનલ કે જ્યાં હવાઈ મુસાફરોની એન્ટ્રી -એક્ઝીટ થતા હોય ત્યાં જ શ્વાનો (Dogs)ના શયનાસનના દ્રશ્યો સામે આવ્યા હતા. આ સાથે જ એરપોર્ટમાં ફ્લાઈટમાં જવા માટેની ઇલેક્ટ્રિક સીડી બંધ હાલતમાં જોવા મળી હતી. આ સિવાય એરપોર્ટ ટર્મિનલની અંદર એક બંધ હોલમાં અનેક નવી નકોર ખુરશીઓ જોવા મળતા આશ્ચર્ય જનમ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના હસ્તે 27 જુલાઈ, 2023 ના રાજકોટ -અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસેના હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જોકે તેના 2 વર્ષ બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ નથી અને મુસાફરલક્ષી અનેક અસુવિધાઓ સામે આવતી રહે છે ત્યારે યાત્રી સેવા દિવસે જ સુવિધાઓના છીંડા સામે આવ્યા હતા. જેનાથી હવાઈ મુસાફરો પરેશાન થયા છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવેશ કરતાની સાથે જ પ્રવેશદ્વારે શ્વાનોનું શયનાસન જોવા મળ્યુ હતુ. જે બાદ એરપોર્ટ ટર્મિનલમાં ફ્લાઇટમાં જવા માંગતા હવાઈ મુસાફરોને ચડવા માટેની ઇલેક્ટ્રિક સીડી બંધ હાલતમાં જોવા મળી હતી. આ સમયે ત્યાં રીપેરીંગ ચાલી રહ્યું હતું. જેઓને પૂછવામાં આવ્યું કે કેટલા સમયથી ઇલેક્ટ્રિક સીડી ખરાબ છે ત્યારે તેમણે હમણાં જ ઇલેક્ટ્રિક સીડી ખરાબ થઈ ગયાનો જવાબ આપ્યો હતો. એરપોર્ટ પરથી દૈનિક અવરજવર કરતી 9 જેટલી ફ્લાઇટમાં 3000 હવાઈ મુસાફરોની અવરજવર રહે છે. જેમાંથી દરરોજ 1500 જેટલા મુસાફરોને ફલાઇટમાં જવા માટે ટર્મિનલની ઇલેક્ટ્રિક સીડી ખોટવાઈ ગઈ છે.
જે બાદ એરપોર્ટ ટર્મિનલના ATC ટાવરની બાજુમાં જ એક મોટો હોલ બધા હાલતમાં જોવા મળ્યો. જેમાં મોટી સંખ્યામાં ઓફિસ ચેર પડેલી હતી. આ ઓફિસ ચેર નવીનકોર હાલતમાં છે. મહત્વની વાત એ છે કે આટલી બધી ઓફિસ ચેરની ખરીદી શા માટે કરવામાં આવી અને ખરીદી બાદ આ ખુરશીઓ શા માટે અહીં ઉપયોગ વિનાની પડેલી છે તે સૌથી મોટો સવાલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પોપટ સોરઠીયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા પર મોટા પ્રહારો

આ પણ વાંચો:ગોંડલના રીબડા સ્થિત અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહની કેરળથી ધરપકડ

આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, અનિરુદ્ધસિંહ જાડેજાની માફી રદ