Surat News/ દિવાળી-છઠપૂજા રજાઓમાં સુરતથી વતન જવા પ્રવાસીઓની મુશ્કેલી, ટ્રેનો ફૂલ, ટિકિટમાં કાળીબજારીનો ભય!

15 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા ડિસેમ્બર સુધી વધારવાની જાહેરાત કરી હતી, પરંતુ આ ટ્રેનોનું બુકિંગ ખુલતાની સાથે ફક્ત ચાર દિવસમાં ફુલ થઈ જતા ફરી સુરત

Top Stories Gujarat Surat Breaking News

Surat News: દિવાળી અને છઠપૂજાની રજાઓ માટેની સ્પેશિયલ ટ્રેનો જાહેરાત ના થોડા સમય માં જ ફૂલ થતા ફરી બીજી ટ્રેનો ની માંગ ઉભી થઈ છે,સુરત અને દક્ષિણ ગુજરાતમાં રહેતા પ્રવાસીઓ, જે મુખ્યત્વે ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગમાં કામ કરે છે, તહેવારો દરમિયાન પોતાના વતન પરત ફરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.આ સમસ્યાનો સામનો કરવા માટે પશ્ચિમ રેલવેએ તાજેતરમાં 15 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા ડિસેમ્બર સુધી વધારવાની જાહેરાત કરી હતી, પરંતુ આ ટ્રેનોનું બુકિંગ ખુલતાની સાથે ફક્ત ચાર દિવસમાં ફુલ થઈ જતા ફરી સુરત સ્ટેશન પર ભીડ વધવાનો ભય સેવાઈ રહ્યો છે,આ ભીડમાં કોઈ અનિશ્ચિ ઘટના ના બને એ માટે તંત્ર એ પણ તૈયારી કરી લીધી છે

 

સુરત અને દક્ષિણ ગુજરાતમાં

રહેતા હજારો પ્રવાસીઓ, જે મુખ્યત્વે ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગમાં કામ કરે છે, તહેવારો દરમિયાન પોતાના વતન પરત ફરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તહેવારોને લઇ ટ્રેનોની જાહેરાત તો કરાઈ છે છતાં રેલવે સ્ટેશનો ઉભરાઈ રહ્યા છે, બુકીંગ નહીં મળવાની બુમ પડી રહી છે,દિવાળી અને છઠપૂજા જેવા મુખ્ય તહેવારોના અવસર પર ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડ પરત ફરતા પ્રવાસી મજૂરો માટે કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ સાબિત થઈ રહી છે.

[fvplayer id=”127″]

આ નગે ઝેડ આર એ સી સી વેસ્ટન રેલવે ના પૂર્વ સભ્ય કલ્પેશ બારોટ એ જણાવ્યું હતું કે સરકાર દર વખતે ટ્રેનો વધારવાની જાહેરાત તો કરે છે પરંતુ ટ્રેન ખુલતાની બીજી જ મિનિટે પેક થવા સાથે ટ્રેનો ફૂલ થઈ જવાની બુમ પડે છે, ટિકિટની કાળા બજારી કરનારાઓ અને એજન્ટો પ્રાઇવેટ id  બનાવી એના પર એક એક ટિકિટ પર 1200 થી 1500 રૂપિયા ની લૂંટ ચલાવે છે,જેને લઇ આર પી એફ એ પણ તપાસ કરવાની જરૂર છે, દિવાળી ના સમય માં ફેક ID પણ બનાવે છે, જેના કારણે મુસાફરો હેરાન થાય છે, તહેવારો માં વધતી ભીડ ને ધ્યાને લઇ પોલીસ સહીત આર પી એફ ને મોટી સંખ્યામાં સ્ટેશન પર તૈનાત કરવું જોઈએ જેનાથી ભૂતકાળ નું પુનરાવર્તન ના થાય આ સાથે જ મુસાફર શ્રેયાંશ ડૂબે એ જણાવ્યું હતું કે આવનારા તહેવારો માં સરકારે લોકોની સુરક્ષા વ્યવસ્થા ને લઇ પણ પગલાં લેવા જોઈએ સરકારે અન્ય રાજય માંથી સુરત રોજગારી માટે આવતા લોકો નું ધ્યાન રાખવાની જરૂર છે.

જેનાથી તેઓના પરિવાર સરળતાથી સુરત થી પોતાના વાતને જય શકે.પરંતુ સમસ્યા બુકીંગો ની પણ છે જો આ સમસ્યા માં સુધારો થાય તો લોકો ને પોતાના વતન જવામાં મુશ્કેલી નો સામનો નહિ કરવો પડશે.

[fvplayer id=”128″]

 

રેલવે સૂત્રોનું માનીયે તો ઓક્ટોબર ની ટ્રેનો ફૂલ ચાલી રહી છે અને બુકીંગ ની વાત કરીએ તો સુરત ના ઉધના- જયનગર એક્સપ્રેસના સ્લીપર ક્લાસમાં 12 ઓક્ટોબરે 87, અને 19 ઓક્ટોબરે 187 અને 26 ઓક્ટોબરે 27 ટિકિટ વેઈટિંગ મળી રહી છે. તે જ રીતે, ઉધના-પટના એક્સપ્રેસના સ્લીપર ક્લાસમાં 10 ઓક્ટોબરે 38, 17 ઓક્ટોબરે 188, 24 ઓક્ટોબરે 151 વેઈટિંગ છે. ઉધના સુબેદારગંજ એક્સપ્રેસના સ્લીપર ક્લાસમાં 14 ઓક્ટોબરે 67, 21 ઓક્ટોબરે 69 અને 28 ઓક્ટોબરે આરએસી 102 નોંધાયેલ છે.

[fvplayer id=”129″]

ઉધના સુબેદાર ગંજ એક્સપ્રેસમાં 17 ઓક્ટોબરે 187 વેઈટિંગ અને 24 ઓક્ટોબરે 111 વેઈટિંગ છે. ઉધના-ખુર્દા રોડ એક્સપ્રેસમાં 15 ઓક્ટોબરે 131, 22 ઓક્ટોબરે 66 વેઈટિંગ છે. ઉધના-ધનબાદ એક્સપ્રેસના સ્લીપર ક્લાસમાં 17 ઓક્ટોબરે 295 વેઈટિંગ, 24 ઓક્ટોબરે 156 વેઈટિંગ નોંધાયેલ છે. વલસાડ-દાનાપુર એક્સપ્રેસના સ્લીપર ક્લાસમાં 13 ઓક્ટોબરે 104 વેઈટિંગ, 20 ઓક્ટોબરે 172 વેઈટિંગ, તૃતીય એસીમાં 108 અને દ્વિતીય એસીમાં 20 વેઈટિંગ છે.

[fvplayer id=”130″]

વલસાડ-ખાતીપુરા એક્સપ્રેસના સ્લીપર ક્લાસમાં 16 ઓક્ટોબરે 41 વેઈટિંગ, 23 ઓક્ટોબરે 46 વેઈટિંગ, જ્યારે તૃતીય અને દ્વિતીય એસીમાં પણ વેઈટિંગ છે. આ ઉપરાંત, મુંબઈ-કાઠગોદામ એક્સપ્રેસમાં 10થી 29 ઓક્ટોબર સુધી લાંબી વેઈટિંગ, બાંદ્રા ટર્મિનસ-બઢની એક્સપ્રેસમાં 7થી 20 ઓક્ટોબર સુધી સ્લીપર અને તૃતીય એસીમાં વેઈટિંગ, તેમજ મુંબઈ-કટિહાર એક્સપ્રેસમાં 11, 18 અને 25 ઓક્ટોબરે તમામ શ્રેણીઓમાં વેઈટિંગ છે

 

રાબીયા સાલેહ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં તાવના લીધે સાત વર્ષના બાળકનું મોત, ઇન્જેકશનના ઓવરડોઝનો આક્ષેપ

આ પણ વાંચો:સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત

આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત