Not Set/ HEADLINE @8:00 PM: અત્યાર સુધીના મહત્વના ન્યુઝ એક ક્લિક પર

પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની CID ક્રાઈમે અટકાયત બાદ ધરપકડ કરી હતી. સીઆઈડીના એડિશનિલ ડીજીપી તોમરે જણાવ્યું હતું કે, સંજીવ ભટ્ટને અરેસ્ટ પુછપરછ માટે બોલાવવામાં આવ્યા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. 1996માં વકીલ પર એનડીપીએસના કેસ કરવાના મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. https://api.mantavyanews.in/gujarat-ahmedabad-suspended-ips-officer-sanjiv-bhatt-detained-in-1996-fake-drugs-case/ કેન્દ્ર સરકારનાં ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટ મંત્રાલય દ્વારા ટીવી ચેનલોને એક એડવાઇઝરી જાહેર કરીને […]

Top Stories Gujarat

પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની CID ક્રાઈમે અટકાયત બાદ ધરપકડ કરી હતી. સીઆઈડીના એડિશનિલ ડીજીપી તોમરે જણાવ્યું હતું કે, સંજીવ ભટ્ટને અરેસ્ટ પુછપરછ માટે બોલાવવામાં આવ્યા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. 1996માં વકીલ પર એનડીપીએસના કેસ કરવાના મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

https://api.mantavyanews.in/gujarat-ahmedabad-suspended-ips-officer-sanjiv-bhatt-detained-in-1996-fake-drugs-case/

કેન્દ્ર સરકારનાં ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટ મંત્રાલય દ્વારા ટીવી ચેનલોને એક એડવાઇઝરી જાહેર કરીને ‘દલિત’ શબ્દનો વપરાશ ન કરવા માટે સલાહ આપવામાં આવી છે. મુંબઈ હાઈ કોર્ટનાં એક ચુકાદાને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આ એડવાઇઝરી બહાર પાડી છે. મંત્રાલયે દલિત શબ્દની જગ્યાએ ‘અનુસુચિત જાતિ’ શબ્દનો ઉપયોગ કરવા માટે કહ્યું છે.દલિત શબ્દના ઉપયોગને લઈને પક્ષ વિપક્ષ વચ્ચે દલીલો થઇ રહી છે.

https://api.mantavyanews.in/govt-said-dont-use-dalit-word-read-origin-and-history-of-word-dalit/

જામનગર જિલ્લામાં આવેલી સિક્કા નગરપાલિકા ના પદાધિકારીઓની યોજાયેલી ચૂંટણીમાં બુધવારે ભાજપે કોંગ્રેસને પરાસ્ત કરતા, સત્તા સિંહાસન પર કબ્જો કર્યો છે. કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમત હોવા છતાં પણ સભ્યોની ગેરહાજરીના કારણે ભાજપને સત્તા કબ્જે કરવામાં સફળતા મળી હતી.

https://api.mantavyanews.in/state-sikka-nagarpalika-bjp-wins-congress-to-sit-in-opposition/

દુનિયાભરમાં રમતો માટેના બૂટ  બનાવનાર પ્રખ્યાત કંપની નાઈકીને અમેરિકા અને સોશિયલ મીડિયામાં જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો છે. આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે.

https://api.mantavyanews.in/people-in-the-us-are-burning-famous-brand-nike-shoes/

ગત 40 કલાકની અંદર શિનોર પોલીસ મથકનાં પોલીસ અધિકારીઓએ મળીને મીઢોળ, અવાખલ અને શિનોર ગામમાં સાતમ-આઠમનાં પર્વ નિમિતે જુગાર રમતાં મળતાં ત્રણેય ગામોમાં જુગારીઓની તપાસ હાથ ધરી હતી.

https://api.mantavyanews.in/shinor-police-caught-18-gamblers-with-a-sum-of-rs-138880/

હાર્દિક પટેલના ઉપવાસનો 12મો દિવસ છે. ત્યારે હાર્દિક પટેલના ઉપવાસ મામલે પાસની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પાસના નેતા મનોજ પનારાએ ભાજપ સહિત સી. કે. પટેલ પર પ્રહારો કર્યા હતા અને વધુમાં જણાવ્યુ હતુ કે, નવમી તારીખે પાટણથી યાત્રા નીકળશે. હાર્દિકના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરાશે. કાલે તમામ ધારાસભ્યોને ફોન કરાશે..પાસની કોઈ સાથે સી.કે.પટેલની વાતચીત થઈ નથી.

https://api.mantavyanews.in/gujarat-ck-patel-is-agent-of-rupani-government-says-paas-representative/