Not Set/ હાર્દિક ઉપવાસ છોડી પારણાં કરે તે અમારી પહેલી પ્રાથમિકતા:  નરેશ પટેલ

અમદાવાદ, ખેડુતોના દેવા માફી અને પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરેલાં પાટીદાર નેતા હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14મો દિવસ છે. સતત ઉપવાસ પર રહેલાં હાર્દિકની તબિયત ખરાબ થતાં તેને મનાવવા માટે આજે પાટીદાર સમાજના જાણીતા આગેવાનો ઉપવાસ છાવણીમાં પહોંચ્યાં હતા.ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને જાણીતા પાટીદાર આગેવાન નરેશ પટેલ પણ હાર્દિકને મળવા અમદાવાદના […]

Top Stories

અમદાવાદ,

ખેડુતોના દેવા માફી અને પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરેલાં પાટીદાર નેતા હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14મો દિવસ છે. સતત ઉપવાસ પર રહેલાં હાર્દિકની તબિયત ખરાબ થતાં તેને મનાવવા માટે આજે પાટીદાર સમાજના જાણીતા આગેવાનો ઉપવાસ છાવણીમાં પહોંચ્યાં હતા.ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને જાણીતા પાટીદાર આગેવાન નરેશ પટેલ પણ હાર્દિકને મળવા અમદાવાદના ગ્રીનવુડ રિસોર્ટમાં પહોંચ્યા હતા.

હાર્દિકને મળતાં પહેલા નરેશ પટેલે મીડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેઓ અહીં સરકારના મધ્યસ્થી તરીકે નથી આવ્યા.

હાર્દિકે પણ તેમની માંગણી માટે સરકાર સાથે કોઇને મધ્યસ્થી થવાની મનાઇ કરી હતી.

https://twitter.com/HardikPatel_/status/1037913358589194240

સરકાર સાથે હાર્દિકનું સમાધાન કરવા માટે નરેશ પટેલ આવ્યા હોવાની ચર્ચા પછી નરેશ પટેલે કહ્યું હતું કે અમારી પહેલી પ્રાથમિક્તા હાર્દિકનું સ્વાસ્થ સારૂ થાય તે જોવાની છે.

નરેશ પટેલે મીડીયા સાથે વાત કરતાં જણાવ્યું કે મારી પહેલી પ્રાથમિકતા હાર્દિક તેના ઉપવાસ છોડીને પારણાં કરે તેની છે. મેં તેને સામેથી કહ્યું કે હું ખબર જોવા માટે આવીશ. હાર્દિકની તબિયતની સમાજને ચિંતા છે. એ જલદી ઉપવાસ છોડે તે મારી પ્રાથમિક્તા છે.